રાજ્યમંત્રી આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, શ્રીમતી નિમિષાબેન સુથાર અમરેલીની મુલાકાતે આવ્યા હતા. તેમણે અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ અને શાંતાબા મેડિકલ કૉલેજની મુલાકાત લીધી હતી. શાંતાબા મેડિકલ કૉલેજની મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે શાંતાબા હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ છેવાડાના માનવીઓને મળી રહ્યો છે કે નહીં તેની ખાતરી પણ મેળવી હતી. હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમણે તબીબો, દર્દીઓ અને દર્દીઓનાં સ્વજનો સાથે વાતચીત પણ કરી હતી. મંત્રીશ્રીએ ખાસ કરીને પ્રસુતિ વિભાગ અને બાળકોના એસએનસીયુની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, સૌના સ્વાસ્થ્યની દરકાર લેતા રાજ્યની અને કેન્દ્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. હોસ્પિટલમાં દર મહિને અંદાજે ૨૫૦ જેટલી પ્રસુતિ થઈ રહી છે, ગ્રામીણ વિસ્તારના દર્દીઓને પણ આ આરોગ્ય
સેવાઓનો લાભ મળી રહ્યો છે.
હોસ્પિટલની મુલાકાત વખતે અમરેલી શહેરમાં પોતાના શાળા અને ઉચ્ચ અભ્યાસ સહિતના
અમરેલી શહેર સાથેના પોતાના સંસ્મરણો વાગોળી ખુશી વ્યકત કરી હતી. આ કાર્યક્રમમાં હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી વસંતભાઈ ગજેરા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા, હૉસ્પિટલના તજજ્ઞશ્રીઓ, આરોગ્યના અધિકારી- કર્મચારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments