જેમ્સ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિ્લના મહારાષ્ટ્ર ના ચેરમેન,લક્ષ્મી ડાયમંડ મુંબઈના એમ.ડી. માનશ્રી અશોકભાઈ ગજેરાના અઘ્યક્ષ સ્થાને ધો.૧૦/૧૨/ તથા કોલેજની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ યોજાયો. હોસ્ટેલ લાઈફથી આત્મમવિશ્વાસ વધે છે સખત મહેનત કરીને જિંદગીના ડ્રીમ-પ્રોજેકટ પુરા કરો,આ લક્ષ્મી ડાયમંડ હોસ્ટેલ આગામી વર્ષે વધુ સુવિધા આપશે-અશોક ગજેરા-ટ્રસ્ટી પરીક્ષાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉતમ પરફોમન્સ માટે મહેનત કરો-મનસુખભાઈ ધાનાણીજીવનમાં વિકાસ કરવા નથીંગ ઈઝ ઈમ્પો સિબલ ની જગ્યાએ એવરીથીંગ ઈઝ પોસિબલ નું માનસિક વલણ અપનાવો-હરેશ બાવીશી
અમરેલી કેળવણીકાર, વસંતભાઈ ગજેરા સ્થાપિત ગજેરા ટ્રસ્ટ સંચાલિત અમરેલીની લક્ષ્મી ડાયમંડ હોસ્ટેરલમાં રહેતી ધો.૧૦/૧૨ તથા કોલેજની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી તથા લક્ષ્મી ડાયમંડ કંપની-મુંબઈના એમ.ડી. અશોકભાઈ ગજેરાના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો આ તકે મુખ્ય મહેમાન પદે ગજેરા સંકુલના નિયામકશ્રી તથા ટ્રસ્ટી મનસુખભાઈ ધાનાણી ખાસ ઉપસ્થિત રહયાં હતા. વિદાય સમારોહના અઘ્યક્ષસ્થાનેથી બોલતા અશોક ગજેરાએ જણાવ્યું હતુ કે હોસ્ટેલ લાઈફથી સખત મહેનત કરીને આત્મવિશ્વાસ અડગ બનાવો સાથે-સાથે આગામી શૈક્ષણીક વર્ષથી એલ.ડી. ગર્લ્સ હોસ્ટેલમાં વધારેમાં વધારે સુવિધા ઉપલબ્ધ કરાશે તેવું જણાવ્યું હતુ. મુખ્યામહેમાન મનસુખભાઈ ધાનાણીએ પરીક્ષામાં ગણતરીના દિવસોમાં ઉતમ પરફોમન્સ માટે મહેનત પર ભાર આપી અભિનંદન આપ્યા હતા. અતિથિવિશેષ હરેશભાઈ બાવીશી એ જીવનમાં કશું જ અશકય નથી ની જગ્યા એ બધુ જ શકય છે તેવું માનસિક વલણ અપનાવવા આહવાન કર્યુ હતું. વિદાય સમારોહમાં વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપવા ડાયાભાઈ ગજેરા,શામજીભાઈ ધાનાણી, ખોડાભાઈ સાવલિયા, પ્રવિણભાઈ ગજેરા, ચતુરભાઈ ખુંટ, વલ્લભભાઈ રામાણી, મધુભાઈ ગજેરા, રેકટર બિપીનભાઈ ધાનાણી, પ્રફુલભાઈ પેથાણી,મધુભાઈ, ગૃહમાતાઓ, સિકયુરિટી, રસોયા વિ. ઉપસ્થિત રહયાં હતા. સમગ્ર કાર્યક્રમમાં હોસ્ટેલ ડાયરેકટર પિન્ટુભાઈ ધાનાણીએ માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ તથા કાર્યક્રમનું સંચાલન સિનિયર વિદ્યાર્થીનીઓએ કરીને વિદાય વિદાય લેતી વિદ્યાર્થીનીઓએ પોતાની હોસ્ટેલ લાઈફના સંસ્મરણો વાગોળ્યા હતા.
Recent Comments