શાકભાજીનો ભાવ ન મળતા ખેડૂતોએ ઢોરોને ખવડાવી દીધુ
ભાવનગરમાં આ વખતે ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા નહીં પરંતુ હરખાવ્યા હતા ત્યાં એકાદ મહિનાથી શાકભાજી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. પડતર ભાવ પણ ન મળતા અને નાખી દેવાના ભાવે પણ કોઈ નહીં ખરીદ કરતા અંતે શાકભાજીને ઢોરને ખાવા નાખી દેવી પડે છે. ભાવનગર જિલ્લામાં ડુંગળી પરની નિકાસબંધી ઉઠતા ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળવા સાથે માર્કેટિંગ યાર્ડમાં આવક પણ પુષ્કળ પ્રમાણમાં થઇ રહી છે. જેને કારણે આ વર્ષે ખેડૂતોને ડુંગળીમાં રાહત થઈ છે.
પરંતુ શાકભાજીના ખેડૂતોને તો આ વર્ષે રાતા પાણીએ રોવાના વારા આવ્યા છે. છેલ્લા એકાદ મહીનાથી ભાવનગર જિલ્લામાં શાકભાજીના ભાવ ખેડૂતોને પડતર પણ નથી આવતા. તળાજા જકાતનાકા અને અન્ય જગ્યાએ જ્યાં ખેડૂતો સીધા વેચાણ કરવા આવે છે ત્યાં હરાજીમાં ખેડૂતોને નાખી દેવાના ભાવે પણ વેચાણ થતું નથી. વહેલી સવારની હરાજીમાં ખેડૂતો સારા ભાવની આશાએ વેચાણ કરવા આવે છે પરંતુ તેઓને વાવેતરના ભાવ પણ નહી મળતા અંતે શાકભાજીને વેચાણ વગરના પાછા લઈ જવા વાહનભાડાનો ખર્ચ પણ નહીં પરવડતા તેના કરતા શાકભાજીને ઢોરને નાખી દેવાનું હિતાવહ સમજે છે.
ખેડૂતો સીધુ વેચાણ કરવા આવતા હોવાથી બજારભાવ કરતા ઓછા ભાવે જથ્થાબંધમાં વેચાણ કરતાહોય છે. ત્યારે જાે ફ્લેટવાળા કે સોસાયટીના રહીશો સામુહિક રીતે ખેડૂતો પાસેથી ખરીદી કરે અને વેચાણ કરે તો સોસાયટીના લોકોને સસ્તામાં શાકભાજી મળે અને ખેડૂતોને ફેંકી દેવાનો વારો ના આવે.
Recent Comments