અમરેલી

શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન સહાય યોજના અન્વયે આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા તા.૧૫ ઓગસ્ટ સુઘી અરજી કરવી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અમલી છે. ‘શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન સહાય’ યોજના અન્વયે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૫ ઓગસ્ટ,૨૦૨૪ સુધી ખુલ્લુ રહેશે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અન્વયે ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રુ. ૨૦ હજાર સહાય ચૂકવવામાં આવશે. અમરેલી જિલ્લામાં ખેડૂતો આ નવી યોજના અન્વયે http://ikhedut.gujarat.gov.in પોર્ટલ મારફત અરજી કરી શકે છે.

Related Posts