શાખપુર કનુભાઈ બલર પરિવાર દ્વારા મોક્ષરથ લોકાર્પણ કરાયો
દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે આજરોજ તારીખ ૩૧ ના સાંજે ૫-૦૦ કલાકે સરકારી દવાખાના માં સ્મશાનના મોક્ષ રથના લોકાર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આદર્શ ગામ શાખપુર ઉદારદિલ દાતા પરિવાર ના બલર કનુભાઈ ભજુભાઈ તરફ થી મોક્ષરથ આપવામાં આવ્યો હતો જેના લોકાર્પણ કાર્યક્રમ માં બલર કનુભાઈ વનમાળીભાઈ તથા લખમણભાઇ રાજુભાઈ કુઈ વાળા અરવિંદભાઈ વિરાણી નજીરભાઈ મલેક દિલીપભાઈ પટેલ હરિભાઈ બલર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દાતાશ્રીએ મોક્ષ રથનું દાન આપ્યું એ બદલ શાખપુર ગામના સરપંચ જશુભાઈ ખુમાણે દાતાને ખૂબ બિરદાવ્યા હતા અને પ્રેરણાદાયક કામ કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Recent Comments