શાખપુર કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ ઉજવણી એવમ વૃક્ષારોપણ
દામનગર ના શાખપુર કુમાર શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે શાખપુર કુમાર શાળાના પ્રાંગણમાં ઉજવવામાં આવેલ છે. જેમાં શાખપુર કુમાર શાળાના ધોરણ-૧ મા ૨૪ બાળકોએ પ્રવેશ મળેલ છે અને શાખપુર કન્યાશાળામા ધોરણ-૧ મા ૨૨ બાળકોએ પ્રવેશ મેળવેલ છે. તાલુકા માંથી તાલુકા વિકાસ અધિકારી ટી ડી ઓ સાહેબ શ્રી કે.કે.પટેલ બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી સલીમભાઈ લોહિયા અને સી.આર.સી શૈલેષભાઈ વિછાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આ શાળાના આચાર્યશ્રી નીતાબેન મેશિયા અને શાખપુર કન્યા શાળાના આચાર્યશ્રી ઇલાબેન મેર આંગણવાડી વર્કર હેલ્પર બહેનો તમામ ગ્રામજનો ઉપસ્થિત રહેવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ગ્રામજનોમાં ગામના સરપંચશ્રી જશુભાઈ ખુમાણ, નાઝીરભાઈ મલેક તલાટી કમ મંત્રી, હાઇસ્કૂલના આચાર્યશ્રી, ગામના અગ્રણીશ્રી મુકેશભાઈ કથીરિયા વસંતબેન સીતાપરા દાતાશ્રી ભુપતભાઈ બલર, દાતાશ્રી રાજુભાઇ બલર અન્ય દાતાશ્રીઓ, કન્યા શાળાના દાતાશ્રી માવજીભાઈ સીતાપરા અને ગ્રામજનનો બહોળી માત્રામાં હાજર રહ્યા હતા શાખપુર કુમાર શાળાને આ પ્રસંગે ગામના બલર શાંતિભાઈ નાનુભાઈ તરફથી ૨૫,૦૦૦ રૂપિયાનું દાન જાહેરાત કરવામાં આવેલ. કાર્યક્રમ ખુબ જ સુંદર અને સરસ રહ્યો. ધોરણ ૩ થી ૮ માં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલ બાળકોને શાળા તરફથી ઇનામ આપવામાં આવેલ હતા. શ્રી શિલ્પાબેન, ચેતનભાઇ, શિલ્પાબેન, ચિરાગભાઈ, વિજયભાઈ, જયસુખભાઇ, રેખાબેન, રૂપલબેન, સંજયભાઈ, અને માધડભાઈ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. ગામના સરપંચશ્રી દ્વારા આભારવિધિમાં સર્વોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે શાળા સંકુલ ખાતે મહાનુભવો વરદહસ્તે વૃક્ષારોપણ કરાયું હતું
Recent Comments