શાખપુર કુમાર શાળા અને કન્યા શાળા ના સયુંકત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ
દામનગર શાખપુર કુમાર શાળા અને કન્યા શાળા ના સયુંકત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ જિલ્લા મહા શિક્ષક સંધ ના પ્રમુખ વિજયભાઈ મકવાણા ની અધ્યક્ષતા માં લાઠી તાલુકા ઉતકર્ષ મંડળ ના પ્રમુખ રમેશભાઈ પરમાર તેમજ આઈ ઇ ડી ના શલેશભાઈ સોલંકી સી આર સી દીપ્તિબેન જોશી આઈ સી ડી એસ સુપર વાઇઝર ફાલ્ગુનીબેન ચત્રાલ ની ઉપસ્થિતિ માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ માં વિજયભાઈ મકવાણા એ આશીર્વચન પાઠવ્યા હતા શાળા માં ગામ માંથી પધારેલ સરપંચ જસુભાઈ ખુમાણ સક્રિય ભાગ લીધો હતો બાલ વાટીકા માં પ્રવેશ પાત્ર બાળકો તથા ધોરણ ૧ ના બાળકો ને કીટ પુસ્તક દાતા પરિવારો દ્વારા વિતરણ કરાયા હતા વાર્ષિક પરીક્ષા માં પ્રથમ ક્રમાંક બાળકો ને બંને શાળા ના આચાર્ય દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયેલ તિથિ ભોજન ના દાતા પરિવારો નું પુસ્તક થી વિશિષ્ટ સન્માન કરાયું હતું શાળા સંકુલ માં પધારેલ મહાનુભવો ના વરદહસ્તે વૃક્ષારોપણ કરાયું હતું ગ્રામ્ય અગ્રણી ઓ વાલી વિદ્યાર્થી ઓ શાળા પરિવાર તેમજ એસ એમ સી ના તમામ સદસ્ય એ હાજરી આપી હતી કાર્યક્રમ ના અંતે અધિકારી શ્રી ઓએ એસ એમ સી બેઠક બોલાવી જરૂરી પરામર્શ કર્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિલ્પાબેન કાચડીયા ચેતનભાઈ પટેલ વિજયભાઈ ધોરી ચિરાગ ગાબેચા શિલ્પાબેન ચાંદુ કન્યા શાળા ના શિક્ષક જયસુખભાઈ જીકાદરા રેખાબેન વસાણી ઠાકર રૂપલબેન સંજયભાઈ ચૌહાણ સહિત ના ઓએ સારી એવી જહેમત ઉઠાવી હતી
Recent Comments