fbpx
અમરેલી

શાખપુર ગ્રામ પંચાયત ઘર નું ચાર વર્ષ થી કામ લટકી રહ્યું છે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી સામે આંદોલન ની ચેતવણી આપતા સરપંચ

લાઠી તાલુકાના શાખપુર ગામે છેલ્લા ચાર વર્ષથી ચાલતું ગ્રામ પંચાયત નું બિલ્ડીંગ હજુ કામ પૂર્ણ થયું નથી ધારાસભ્યની ટર્મ પણ પૂર્ણ થઈ ગઈ અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત થઈ છતાં કોઈ ઉકેલ આપવામાં આવતો નથી માત્ર એવો જવાબ આવ્યો ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે જેને આજે ચાર મહિના વીતી ગયા છતાં કોન્ટ્રાક્ટર ફોન ઉપાડતા નથી અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ માં શા માટે મુકવામાં નથી આવતા. શાખપુર ગામને ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ મળશે કે કેમ એ પણ એક શંકા થઈ રહી છે શા માટે આગળની કાર્યવાહી કરવામાં આવતી નથી આજે ગ્રામ પંચાયત કચેરી તલાટી કમ મંત્રી અને પંચાયતની બોડી સાંસ્કૃતિક હોલમાં બેસીને કામગીરી કરી રહી છે તાલુકા જિલ્લા સાંસદ અને મુખ્યમંત્રી સુધીની રજૂઆત શાખપુર ગામના સરપંચ શ્રી જસુભાઇ ખુમાણ દ્વારા કરવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારીએ ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે તેઓ લેટર મોકલો સતા કામ પૂર્ણ થતું નથી જો આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઢોલ વગાડી અને ડીડીઓ જિલ્લા પંચાયત ખાતે 24 કલાકના સરપંચ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે જેવી રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી છે

Follow Me:

Related Posts