શાખપુર માં કપાસ માં સુકારો રોગ ખેડૂતો ચિંતિત ખેતીવાડી અધિકારી ને રજુઆત કરાય
દામનગર ના શાખપુર ગામે કપાસના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે જ્યારે શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ તાલુકા ખેતીવાડી અધિકારી ને રજૂઆત કરતા ખેતીવાડી ગામ સેવક વિજયભાઈ પરમાર દ્વારા શાખપુર ગામની મુલાકાત લઇ ખેડૂત શ્રી રામજીભાઈ લાલજીભાઈ દુધાત ના ખેતરમાં સ્થળ તપાસ કરી અને આજુબાજુના ખેડૂતોને પણ આ બાબતમાં જોઈને તેનો રિપોર્ટ જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલશે મોંઘા ખાતર ખોતર બિયારણ અને મહા મહેનત પછી મોઢે આવેલ કોળિયો જુટવાય જવા નો ભય ખેડૂતો ને સતાવી રહ્યો છે ઉજરેલા છોડ માં સુકારો રોગ આવતા ખેડૂતો માં ભય
Recent Comments