દામનગર ના શાખપુર તા.૧૪/૬/૨૨ મંગળવારના રોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા- શાખપુર ખાતે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ) ની પહેલી જ બેચનું બોર્ડ પરિક્ષામાં શાળાનું ૧૦૦ % પરિણામ તેમજ ધો.૧૦ નું ૯૨.૧૦ % ઉજ્જવળ પરિણામ આવેલ હતુંજે અનુસંધાને શાખપુર શાળા પરિવાર તરફથી ધો.૧૦ ધો.૧૨ ના પ્રથમ, દ્વીતીય અને તૃતીય વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતાં આ તકે સરપંચ જશુભાઈ ખુમાણ, પૂર્વ સરપંચ મોતીબેન કસોટિયા, તાલુકા પંચાયત સદસ્ય ભનુબેન ખુમાણ, તેમજ બાબુભાઇ ખુમાણ નઝીરભાઈ મલેક વસંતબહેન સીતાપરા, તેજાભાઈ કસોટિયા તેમજ શાળા પરિવાર, વાલી વર્ગની બહોળી ઉપસ્થિતિમાં ધો૧૦ ધો.૧૨ ના ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં નાઝીરભાઈ મલેક તરફ થી દરેક વિદ્યાર્થી ને ૧૧૧ અને વસંતબેન સીતાપરા તરફ ૧૦૧ નો રોકડ પુરસ્કાર અર્પણ કરાયો હતો આ તકે શાળાના આચાર્ય શ્રી પાર્થભાઈ તેરૈયા અને શિક્ષક શ્રી અગવાનભાઈ દ્રારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને કારકિર્દીના વિકલ્પો વિશે અવગત કરવામાં આવ્યાં…સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક શ્રી મેઘાબેન પારેખ દ્રારા કરવામાં આવ્યું હતું
શાખપુર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નું ધો.૧૨ (સામાન્ય પ્રવાહ) બોર્ડ પરિક્ષામાં શાળાનું ૧૦૦ % તેમજ ધો.૧૦ નું ૯૨.૧૦ % ઉજ્જવળ પરિણામ બદલ વિદ્યાર્થી ઓનું સન્માન

Recent Comments