દામનગર લાઠી તાલુકાના શાખપુર હાઇસ્કુલ કેમ્પસમાં બ્લોક પેવરનું શુભમુહૂર્ત લાઠી તાલુકા પંચાયત સદસ્યશ્રી ભનુબેન બાબુભાઈ ખુમાણના વરદહસ્તે કરવામાં આવ્યું.તા.૦૬/૦૩/૨૩ ના રોજ લાઠી તાલુકાના શાખપુર ગામે સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ અંતર્ગત શાખપુર ગામની હાઇસ્કુલમા બ્લોક પેવિંગનું કામપરી પૂર્ણ થતા લાઠી તાલુકા પંચાયત સદસ્યશ્રી ભનુબેન બાબુભાઈ ખુમાણ ના વરદહસ્તે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે શાખપુર ગ્રામ પંચાયત સદસ્ય રેખાબેન સોલંકી, લાઠી અનુસૂચિત મોરચા ઉપપ્રમુખ રમેશભાઈ સોલંકી, અમરેલી જિલ્લા લઘુમતી મોરચા મહામંત્રી નજીરભાઈ મલેક, પૂર્વ સરપંચ લખમણભાઇ બલર, બાબુભાઈ ખુમાણ, કાળુભાઈ સોલંકી, જયંતીભાઈ ઝાપડિયા, જીગ્નેશપરી બાપુ, પંકજભાઈ બલર, ભરતભાઈ કસોટીયા, કિશનપરી ગોસાઈ તેમજ હાઈસ્કૂલના આચાર્યશ્રી પાર્થભાઈ તેરૈયા તથા સ્કૂલના શિક્ષક મિત્રો તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





















Recent Comments