શામળદાસ આર્ટસ કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત
જૈન આત્માનંદ સભાની સ્થાપના તા.૧૩ જૂન, ૧૮૯૬માં કરવામાં આવી હતી.આચાર્ય આત્મારામ મ.સા.ની સ્મૃતિમાં આ સભાની સ્થાપના કરવામાં આવી હતી. આ સભાના સ્થાપકો મૂલચંદભાઈ શાહ, વીરચંદભાઈ ગાંધી, મગનલાલ શાહ,નાનચંદભાઈ દોશી હતા.આ સંસ્થાનો ઉદેશ જૈન ધર્મના ઉચ્ચ જ્ઞાનનો પ્રચાર કરવો, વ્યવહારિક કેળવણી,જૈન સાહિત્યનું જતન,મોટા પુસ્તકાલયનું નિર્માણ કરવું,એ ઉદેશ હતો.ભાવનગરની શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગ દ્વારા ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત ભાવનગરની ૧૨૭ વર્ષ પહેલાં સ્થાપાયેલ,જૈન આત્માનંદ સભાની મુલાકાત લીધી હતી.
હઠીસંગ ઝવેરચંદ વોરાની આર્થિક મદદથી જૈન આત્માનંદ ભૂવનમાં પુસ્તકાલય પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. આ પુસ્તકાલયમાં ૩૫ હજાર પુસ્તકો છે. ૨૫૦ જેટલા પુસ્તકોનું ભાષાંતર આ સંસ્થાએ કર્યું છે. ૧૮૦૦ જેટલી હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતો ત્રણસોથી ચારસો વર્ષ જુની છે. આ સંસ્થાના ટ્રસ્ટીઓ હસમુખભાઈ શાહ, દિવ્યકાન્તભાઈ, હષૅદભાઈ શાહ, બુદ્ધિવધૅનભાઈ સંઘવી, પરેશભાઇ શાહ, સંજયભાઈ, ભરતભાઇ શાહ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થાની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
આ સંસ્થાના પુસ્તકાલયને સમૃદ્ધ કરવામાં ચતુર વિજયજી મ.સા. પુણ્ય વિજયજી મ.સા. જંબુવિજયજી મ.સા. . મુનિભક્તિ વિજય જી મ.સા. લબ્ધિ વિજયજી મ.સા કાંતિ વિજયજી મ.સા. વિજય વલ્લભ સુરીજી મ.સા. હંસ વિજયજી મ.સા. નો બહુમુલ્ય ફાળો રહ્યો છે. આ પુસ્તકાલયનો દેશ વિદેશનાં અનેક સંશોધકો અને વાચકોએ લાભ લીધો છે. આ પ્રોગ્રામ અંગે કોલેજના આચાર્ય ડો.જયવંતસિહ ગોહિલ, ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો.લક્ષમણ વાઢેર, મુલાકાતી અધ્યાપકો પવનકુમાર જાંબુચા, વિજય કંટારિયા, રઘુવીરસિંહ પઢિયાર, દિવ્યજીતસિહ ગોહિલે આપ્યું હતું. આ પુસ્તકાલયમાં શ્રીપાલરાસ પાંચ ભાગમાં છે. આ પુસ્તકનાં પ્રકાશન માટે હર્ષદરાય પ્રા. લિ. એ પાંચ કરોડ રૂપિયાનું દાન આપી હિન્દી, ગુજરાતી ,અંગ્રેજી ભાષામાં ભાષાંતર કર્યું છે.
Recent Comments