શામળાજી જતાં પદયાત્રીઓ સાથે પોલીસ કર્મીઓ પણ ફરજ સાથે પદયાત્રામાં સહભાગી બન્યા
ભાદરવી પૂનમના દિવસનું જેટલું અંબાજીનું મહત્વ છે એટલું જ શામળાજીનું પણ મહત્વ છે. ત્યારે યાત્રાધામ શામળાજી પણ હજારો ભક્તો પદયાત્રા કરી ભગવાન શામળિયાના દર્શન કરે છે. ત્યારે અરવલ્લી પોલીસ કર્મીઓ પણ ફરજ સાથે પદયાત્રામાં સહભાગી બન્યા હતા. ભાદરવી પૂનમ નિમિત્તે હજારો ભક્તો સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી પદયાત્રા કરી યાત્રાધામ શામળાજી ભગવાનના દર્શન માટે જતા હોય છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પણ તૈનાત હોય છે. દર પૂર્ણિમાએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભગવાન કાળિયા ઠાકરના દર્શન માટે ભક્તો આવતા હોય છે. એ વખતે પણ પોલીસ બંદોબસ્ત માટે તૈયાર રહે છે. ત્યારે પોલીસને પણ વોકિંગ એટલું જ જરૂરી હોય છે, શારીરિક માનસિક શાંતિ માટે ચાલવા જેવી ઉત્તમ કોઈ કસરત નથી. જેથી ફરજ પણ સચવાય અને હેલ્થ પણ સચવાય એ આશાયસર જિલ્લા પોલીસ વડાએ અનોખી પહેલ સાથે નાઈટ વોક કાર્યક્રમ યોજયો.
Recent Comments