ગુજરાત

શામળાજી નજીકથી ૧ કરોડ રોકડા ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

લોકસભાની ચૂંટણીને લઈ હવે બોર્ડર જિલ્લાની પોલીસ દ્વારા દારુ અને રોકડ સહિત કિંમતી ચીજાેની હેરાફેરીને લઈ સતર્કતા દાખવવામાં આવી રહી છે. આ દરમિયાન જ અરવલ્લીના શામળાજી પોલીસ દ્વારા એક કારને એક કરોડની રકમ સાથે જપ્ત કરવામાં આવી છે. કારમાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં એક કરોડ રુપિયા સંતાડીને લઇ લાવવામાં આવી રહ્યા હતા.
વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કાર અણસોલ પાસેની ચેકપોસ્ટ પરથી પસાર થતી નજર આવતા જ પોલીસે તેને રોકી હતી. કારની તલાશી લેતા ગુપ્ત ખાનામાં સંતાડેલ ૨૧ બંડલ બનાવીને રાખવામાં આવેલ એક કરોડ રુપિયાની રકમ હાથ લાગી હતી. પોલીસે કાર ચાલક પર્વતસિંહ શંભુસિંહ રાજપૂતની અટકાયત કરી છે. જે રાજસ્થાનના બિલ્લુકા ઘોડા, તા. સલુમ્બરનો રહેવાસી હોવાનું જણાવ્યુ હોવાની વિગતો એએસપી સંજયકેશવાલાએ જણાવ્યુ હતુ.

Related Posts