યુવકે હરસના કારણે રજા માંગી તો મેનેજરે પુરાવો માંગતા યુવકે એવો ફોટો મોકલ્યો કે તમ્મર ચડી ગ્યા..!
એક કર્મચારી છેલ્લા ઘણા દિવસોથી પાઈલ્સની સમસ્યાથી પીડાતો હતો. તે બરાબર ઊભો પણ નહોતો થઈ શકતો. આવી સ્થિતિમાં તેણે તેની ઓફિસમાં આ વાતની જાણ કરી અને રજા માટે અરજી કરી. પરંતુ ઓફિસના સિનિયરો તેને રજા આપતા પહેલા તેની શારીરિક સમસ્યાઓ વિશે જાણવા માંગતા હતા, તેથી તેઓએ તે માટે પુરાવાની માંગ કરી. પરંતુ કયો પુરાવો રજૂ કરવો તે વ્યક્તિ સમજી શક્તો ન હતો.
પછી આ કર્મચારી કંટાફ્રીને ન કરવાનું કરી બેઠો. આ સમગ્ર મામલાની માહિતી બહાર આવતા જ હોબાફ્રો મચી ગયો હતો. આ મામલો બહાર આવતાં પાયલ્સની સમસ્યાથી પીડિત વ્યક્તિ બીજી સમસ્યામાં ફસાઈ ગયો. તે જ સમયે, તેના સમાચાર સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થવા લાગ્યા. તમને જણાવી દઈએ કે પાઈલ્સ અથવા હેમોરફોઈડ્સ એક પ્રકારનો રોગ છે જેમાં ગુદાના કેટલાક ભાગોમાં સોજાે આવે છે અને ગુદામાર્ગમાં પણ દુખાવો થાય છે. ખાસ કરીને મફ્રત્યાગ કરતા સમયે પીડા બમણી થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં રક્તસ્રવ પણ થાય છે. જાે કે, ઘણા લોકો ખાનગી જગ્યાએ આ રોગ વિશે સીધી વાત કરવા માટે સહજ હોતા નથી પરંતુ તેનાથી દુખાવો ઓછો થતો નથી. આ સમસ્યામાં લાંબા સમય સુધી ઊભા રહેવામાં કે બેસવામાં તકલીફ થાય છે. આ વ્યક્તિએ દાવો કર્યો કે તેના કેસમાં પણ આવું જ થયું છે. તે આ દુખાવો સહન કરી શકતો ન હતો માટે તેને રજાની જરૂર હતી.
મેનેજરને વારંવાર કહેવા છતાં તે લોકો તેની પાસે પુરાવો માંગી રહ્યા હતા. માટે આ કર્મચારીએ કંટાફ્રીને મેનેજરને ગુદાદ્વારનો ફોટો મોકલી દે છે. પરંતુ હવે તેને આશંકા છે કે આ ફોટોના કારણે તે મુશ્કેલીમાં મુકાય શકે છે. આવી સ્થિતિમાં હવે આ વ્યક્તિ ડરી રહ્યો છે અને રેડિટ પર લખેલી પોસ્ટ દ્વારા જાણવા માંગે છે કે શું તેના મેનેજર આ તસવીરને લઈને કંપનીના રિક્રુટમેન્ટ વિભાગ અથવા પોલીસમાં ફરિયાદ નોંધાવી શકે છે? આ પોસ્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર થતાં જ તે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. જયારે કેટલાક લોકો વ્યક્તિને દિલાસો આપી રહ્યા છે તો કેટલાક લોકો મજા કરી રહ્યા છે.
Recent Comments