ભાવનગરમાં શાળાની ૫૦૦ મીટર નજીક વિંડ મીલ (પવન ચક્કી) માટે જમીન ફાળવવા મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ભાવનગરનાં કલેક્ટર સામે નારાજગી વ્યક્ત કરી હતી સાથે જ આ માટે જવાબદાર તમામ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે કહ્યું કે, તમને ખ્યાલ છે કે શાળાનાં ૫૦૦ મીટર સુધી કંઈ કરી ના શકાય તો શા માટે એ જમીન આપવામાં આવી છે ?
કોર્ટે આકરા વલણ સાથે કહ્યું કે, અમે અહીંયા સંતાકૂકડી રમવા નથી બેઠા. તમને ખબર હોવી જાેઈએ કે કોર્ટમાં રિપોર્ટ કેવી રીતે આપવામાં આવે છે ? તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ? જે અધિકારીઓ આના માટે જવાબદાર છે તેને અમે નહીં બક્ષીએ.આ બાબતે ગુજરાત હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે, જે પણ અધિકારીઓ આના માટે જવાબદાર છે તેમને છોડવામાં નહીં આવે. આ ઘટનામાં શું તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ? આ સાથે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત રાજ્ય ડેવલપમેન્ટ એજન્સીનાં ચેરમેન પાસે આ મામલે ખુલાસો માગ્યો છે. કોર્ટે ચેરમેનને કલેકટરનાં તપાસ રિપોર્ટમાં બેદરકારી બદલ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
Recent Comments