fbpx
ગુજરાત

શાળામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃતિ કરવી નહિ : ડીઈઓઅમદાવાદની કેલોરેક્સ સ્કૂલના વિવાદમાં રીપોર્ટ શિક્ષણ વિભાગમાં સોંપવામાં આવશે

એક વાયરલ થયેલા વીડિયોના કારણે વિવાદમાં સપડાયેલી ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં તપાસનો ધમધમાટ શરુ થયો છે. વાયરલ વીડિયો અને ત્યાર બાદ હિન્દુ સંગઠનોના હોબાળા બાદ સ્કૂલ વિવાદમાં આવી હતી. જે બાદ બુધવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓએ તપાસ બાદ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે. જે શિક્ષણ વિભાગમાં સોંપવામાં આવશે.

ત્યારે બે કલાક ચાલેલી તપાસના રિપોર્ટ બાદ શાળાને ખાસ તાકીદ કરવામાં આવી છે કે શાળામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃતિ કરવી નહિ.. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ થયેલા વીડિયો બાદ હિન્દુ સંગઠન, વિશ્વહિન્દુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના નેતાઓ સ્કૂલ પર દોડી આવ્યા હતા અને આખો દિવસ સ્કૂલમાં હલ્લો મચાવતા સ્કૂલ વિવાદનું કેન્દ્ર બની હતી. જે બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલ પાસે ખુલાસો પણ માંગ્યો હતો.

એટલુ જ નહિ, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ મુદ્દે તપાસના આદેશ પણ આપ્યા હતા. શિક્ષણ વિભાગમાંથી તપાસના આદેશ બાદ બુધવારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના બે અધિકારીઓ શિક્ષણ નિરિક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકએ તપાસ શરુ કરી હતી.. આ તપાસનો પ્રાથમિક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અંગે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, શાળાએ ખુલાસા સાથે માફી પત્ર રજુ કર્યું છે. તપાસમાં એ જાણવા મળ્યું છે કે, અલગ અલગ તહેવારની શાળામાં ઉજવણી થતી હોય છે તે મુજબ ઈદના તહેવારનું આયોજન થયું હતું. જેમાં એક મુસ્લિમ બાળકએ નમાજ અદા કરી હતી તેમાં કેટલાક બાળકો જાેડાયા હતા. પ્રાથમિક અહેવાલમાં સ્કૂલનો કોઈ સ્પષ્ટ ઈરાદો ન હોય તેવું જણાય છે. પણ છતાં શાળાને તાકીદ કરી છે કે શાળામાં એવી કોઈ પ્રવૃતિ ન કરાવવી કે જેનાથી કોઈની ધાર્મિક લાગણી દુભાય. એટલુ જ નહિ શાળા સંચાલક મંડળને પણ સંબંધિત જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવશે.

Follow Me:

Related Posts