fbpx
અમરેલી

શાસકપક્ષ ના આગેવાનો ની રજુઆત ખોટી હશે ? અતિવૃષ્ટિ ની સહાય માં અમરેલી જિલ્લા ને બાકાત રખાયો આવો અન્યાય કેમ ?

અમરેલી અતિ વૃષ્ટિ સહાય માં જે પેકેજ જાહેર કરાયું તેમાં અમરેલી જિલ્લા ને બાકાત રખાયો રાજ્ય ના ૩૩ જિલ્લા માંથી ૨૦ જિલ્લા નો રાહત પેકેજ માં સમાવેશ ૧૪૧૯ કરોડ ના રાહત પેકેજ માં પિયત બિન પિયત અને બાગાયતી અતિ વૃષ્ટિ માં પાકો ફેલ જવાથી જાહેર કરાયેલા પેકેજ માં અમરેલી જિલ્લા ને બાકાત રાખતા ગુજરાત રાજ્ય ના મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરે આવા અન્યાય સામે ખેડૂત હિત ઉઠાવ્યો અવાજ સૌથી વધુ માઈગ્રેસન થતા અમરેલી જિલ્લા ની જનતા એ પંચાયત થી પાર્લામેન્ટ સુધી સતા આપી એ જનતા સાથે આવું ઓરમાયું વર્તન કેમ ?

તાજેતર માં જ રાજ્ય ના કૃષિ મંત્રી ને જિલ્લા ના ધારા સભ્ય અને સાંસદ સભ્ય એ કરેલ રજુઆત નું સુરસુરીયું કેમ ? શાસક પક્ષ ના આગેવાનો ની રજુઆત ખોટી હશે ? શુ અમરેલી જિલ્લા માં અતિ વૃષ્ટિ નું કોઈ નુકશાન નથી ? આવો અન્યાય શા માટે ? જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરે આપી પ્રતિક્રિયા ખેતરો માં નહેર સમાંતર વરસાદી પાણી ચાલ્યા અનેક ખેડૂતો ની મગફળી તણાય શેઢા પાળા ધોવાયા અનેક પ્રકાર ના કોઠોળ ના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા તેમ હોવા ની જિલ્લા ના સતધારી પક્ષ ના ધારા સભ્યો એ લેખિત રજુઆત માં એકરાર પણ કર્યો પણ તેની સરકાર માં તેનું કોઈ સાંભળતું નથી તે વાત સ્પષ્ટ પણે પુરવાર થઇ રહી છે 

Follow Me:

Related Posts