fbpx
ગુજરાત

શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભવનાથ તળેટીથી વિધિવત રીતે લીલી પરિક્રમાનો પ્રારંભવિધિવત શરૂ થાય તે પૂર્વે જ મોટી સંખ્યામાં ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી

જૂનાગઢની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો. શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. દર વર્ષે એકાદશીના દિવસે વિધિવત પરિક્રમા શરૂ કરાઈ છે. જાે કે મોટી સંખ્યામાં ભાવિકોએ વિધિવત શરૂ થાય તે પૂર્વે જ પરિક્રમા પૂર્ણ કરી છે. જુનાગઢના ભવનાથ ખાતે રાતે લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભવનાથ તળેટી ખાતેથી શાસ્ત્રોકત મંત્રોચ્ચર સાથે ધાર્મિક વિધિપુર્વક હરહર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાની શરૂઆત કરાવાઈ હતી. આ તકે તંત્રના અધિકારીઓ અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. લીલી પરિક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રીબીન કાપી ગીરનારની લીલી પરીક્રમા શરૂ કરવામાં આવી હતી.

ગરવા ગિરનારની ફરતે લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમામા ભવનાથથી શરુ કરી ઝીણા બાવા મઢી, ચરખડીયા હનુમાન, માળવેલા, બોરદેવી જેવા મહત્વના સ્થળ પર યાત્રિકો પગપાળા પરિક્રમા કરી છેલ્લે ફરી ભવનાથ પહોંચતા હોય છે. પરિક્રમાના વિધિવત પ્રારંભ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. કલેક્ટર સહિતના અધિકારીઓએ ભાવિકોને સુખરૂપ પરિક્રમા માટે શુભકામના પાઠવતા પ્રકૃતિને હાનિ ન થાય તેની કાળજી લેવા માટે પણ અનુરોધ કર્યો હતો. મહત્વનું છે કે પરિક્રમા શરૂ થાય તે પૂર્વે જ મોટી સંખ્યામા ભાવિકોએ પૂર્ણ કરી લીધેલ છે. જાે કે પરંપરાગત રીતે ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કારતક સુદ અગિયારસ મધ્યરાત્રીના થતો હોય છે. જયારે પૂર્ણ પૂનમના દિવસે થાય છે.

Follow Me:

Related Posts