શાહરુખના ફેન્સને મોટો ઝાટકો!.. જવાનની રિલીઝ ડેટને લંબાવવામાં આવી.. કેમ થયું આવું?
શાહરુખ ખાનની ‘પઠાન’ મુવી એ બોક્સ ઓફિસ પર જાેરદાર કમાણી કરી છે. હવે શાહરુખના ફેન્સ અપકમિંગ મુવીની રાહ જાેઇને બેઠા છે. તમને જણાવી દઇએ કે શાહરુખની અપકમિંગ મુવી ‘જવાન’ છે જેને જાેવા માટે ફેન્સ હાલથી આતુર થઇ ગયા છે. દરેકની નજર આ મુવી ક્યારે રિલીઝ થશે એની પર ટકી ગઇ છે. મેકર્સ દ્રારા શેર કરવામાં આવેલા ટીઝરમાં એક્શન ફિલ્મ જવાન ૨ જૂનના રોજ રિલીઝ કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ મળતી માહિતી અનુસાર જવાનની રિલીઝ ડેટ ફહ્લઠ પર કામ કરવાને કારણે ડેટ લંબાવવામાં આવી છે. આ નવી રિલીઝ ડેટ અક્ષય કુમાર અને સની દેઓલના ફેન્સને ઝાટકો લાગી શકે છે.. મળતી માહિતી અનુસાર જવાન ૨ જૂનના રોજ સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરશે, પરંતુ હવે વાત મળી રહી છે કે શાહરુખ ખાન સ્ટારર રિલીઝ ડેટને લંબાવવામાં આવી છે. જાે કે પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર ફિલ્મ સાથે જાેડાયેલ એક સોર્સ દ્રારા જાણવા મળ્યુ છે કે જવાન હવે ૨ જૂન, ૨૦૨૩ના રોજ રિલીઝ થશે નહીં. ફિલ્મના ફહ્લઠને પૂરી કરવા માટે ટીમના થોડો સમય જાેઇએ છે. કારણકે એવા પ્રોડક્ટની સાથે આવવા ઇચ્છે છે જે દેશમાં બેસ્ટથી કોમ્પિટિશન કરી શકે, ના કોઇ પ્રોડક્ટ્સ સાથે. આ કારણે ટીમ અનેક પ્રકારની તારીખો પર વિચાર કરી રહી છે, જેમાં ૨૯ જૂન અને ૨૫ ઓગસ્ટના રોજ ફાઇનલ કરવાની વાત કરે છે. આમ, તમને જણાવી દઇએ કે હજુ સુધી આ વિશેની કોઇ ઓફિશિયલ જાહેરાત થઇ નથી. આ ફિલ્મો પર અસર પડી શકે છે. જવાન ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવશે તો ૧૧ ઓગસ્ટના રોજ રિલીઝ થનારી ફિલ્મ ગદર ૨ અને જૂનમાં રિલીઝ થઇ રહી થઇ રહેલી પ્રભાસની આદિપુરુષ પર જવાનની અસર ભારે પડી શકે છે. તમને જણાવી દઇએ કે જવાન ફિલ્મ જાેવા માટે ફેન્સ આતુર થઇ ગયા છે. આ મુવીમાં શાહરુખ સિવાય નયનતારા, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ લીડ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મના શૂટિંગને કારણે કિંગ ખાન હાલમાં બિઝી જાેવા મળી રહ્યા છે.
Recent Comments