શાહરુખ ખાનના ફેન્સ આતુરતાપૂર્વક મોટા પડદા પર તેના કમબેકની રાહ જાેઈ રહ્યા છે, જેનો ટૂંક સમયમાં અંત આવશે. ૨ વર્ષના બ્રેક બાદ શાહરુખ ખાને તેની અપકમિંગ એક્શન ફિલ્મ ‘પઠાન’નું શૂટિંગ શરૂ કર્યું છે. ‘વોર’માં હ્રિતિક અને ‘ટાઇગર’ સિરીઝમાં સલમાન ખાનને જાસૂસના રોલમાં દેખાડ્યા બાદ આદિત્ય ચોપરા ‘પઠાન’માં શાહરુખને પણ જાસૂસના રોલમાં દેખાડશે. ‘પઠાન’ના ક્લાઈમેક્સમાં સલમાન ‘ટાઇગર’ ઉર્ફે અવિનાશના રોલમાં એક્શન કરતો જાેવા મળશે.
એવું જણાવાઈ રહ્યું છે કે ફિલ્મના ક્લાઈમેક્સથી ‘ટાઇગર ૩’ની સ્ટોરીની શરૂઆત થશે. ‘કરણ- અર્જુન’ પછી આ ફિલ્મમાં શાહરુખ અને સલમાન સાથે એક્શન કરતા જાેવા મળશે. ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘હેપ્પી ન્યૂ યર’ બાદ ફિલ્મ ‘પઠાન’માં શાહરુખ અને દીપિકા પાદુકોણની જાેડી ફરી એકવાર દેખાશે. ફિલ્મમાં બંને જાસૂસના રોલમાં જબરદસ્ત એક્શન કરતા જાેવા મળશે.
શાહરુખ ખાનની ‘પઠાન’ ફિલ્મમાં સલમાન ખાનનો એક્શનથી ભરપૂર અવતાર દેખાશે

Recent Comments