બોલિવૂડ

શાહરૂખની ‘જવાન’માં એક નહીં આ ૧૯ કલાકારો પણ દેખાશે

શાહરૂખ ખાને ‘પઠાણ’ની ધમાકેદાર સફળતા બાદ હવે ‘જવાન’ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમની આ ફિલ્મનું નિર્દેશન સાઉથી ફિલ્મોના મશહૂર નિર્માતા-નિર્દેશક એટલી કરી રહ્યા છે. શાહરુખના પ્રસંશકો તેમની ‘જવાન’ ફિલ્મ માટે ખુબ જ ઉત્સુક છે અને તેઓ કાગડોળે આ ફિલ્મની રાહ જાેઇ રહ્યા છે. તાજેતરમાં જ જવાનની નવી રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે, તે મુજબ આગામી ૭ ડિસેમ્બર જવાન ફિલ્મ રિલિઝ થશે. ફિલ્મ જવાનમાં શાહરૂખની સાથે દક્ષિણની ફિલ્મોના અને બોલીવૂડના અનેક કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અંગે વાત કરવામાં આવે તો ‘જવાન’માં શાહરૂખની સાથે કુલ ૧૯ સ્ટાર એક્ટર-એક્ટ્રેસ જાેવા મળશે. આ માહિતી જાણ્યા બાદ શાહરૂખ ખાનના પ્રસંશકોન ઉત્સાહ અને ઉત્તેજના ઓર વધી જશે. આજ કાલ રેડિટ પર ‘જવાન’ ફિલ્મની આખી સ્ટાર કાસ્ટની તસ્વીરો વાઇરલ થઇ રહી છે, અને સાથે એવો પણ દાવો કરાયો છે કે ‘જવાન’ માટે આ સ્ટાર કાસ્ટ ફાઇનલ છે અને હવે તેમાં કોઇ ફેરફાર થવાનો નથી. આ સ્ટારકાસ્ટ જાેઇને એમ જરૂર કહી શકાય કે જવાન ફિલ્મ ભારતના તમામ શહેરમાં ભારે ધમાલ મચાવી શકે છે. રેડિટ ઉપર મૂકાયેલી તસ્વીરો અનુસાર શાહરૂખની સાથે દક્ષિણની વિખ્યાત અભિનેત્રી નયનતારા અને અભિનેતા વિજય સેતુપતિ લીડ રોલમાં જાેવા મળશે. આ સ્ટાર કલાકારો ઉપરાંત ફિલ્મમાં સુનિલ ગ્રોવર, પ્રિયામણિ, સાન્યા મલ્હોત્રા, કોમેડિયન યોગી બાબુ, લહર ખાન, આશ્લેષા ઠાકુર, ઋતુજા શિંદે, આલિયા કુરેશી, કેની બસુમતારી, રિદ્ધિ ડોગરા, સંગય ત્શેલ્ટ્રિયમ, જાફર સાદિક, રવિ રાજ કાંડે, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય અને સુખવિંદર ગ્રેવાલ જાેવા મળશે. આ તમામ કલાકારો જુદા જુદા પાત્રો ભજવીને દર્શકોને ભરપુર મનોરંજન પૂરું પાડશે.

Related Posts