fbpx
બોલિવૂડ

શાહરૂખે આંસુ સારી રહેલા સાયરા બાનુને સાંત્વના પાઠવી

બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું ૯૮ વર્ષની વયે નિધન થયું અને આ સાથે જ એક યુગનો અંત આવ્યો. લાંબા સમયથી દિલીપ કુમારની તબિયત નાદુરસ્ત હતી અને ૩૦ જૂને શ્વાસની તકલીફ થતાં તેમને હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારના નિધન બાદ તેમના પાર્થિવ દેહને બાંદ્રા સ્થિત તેમના ઘરે લાવી દેવાયો છે. ત્યારે અંતિમ દર્શન માટે બોલિવુડના સેલેબ્સ અને નેતાઓ આવી રહ્યા છે.

એક્ટર શાહરૂખ ખાન દિલીપ કુમારના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને આવી પહોંચ્યો હતો. શાહરૂખ ખાનને દિલીપ કુમાર અને સાયરા બાનુ પોતાનો દીકરો માને છે. ત્યારે શાહરૂખ અવારનવાર દિલીપ કુમારના ઘરે જઈને તેમની સાથે સમય વિતાવતો હતો. આજે દિલીપ કુમારના અંતિમ દર્શન માટે શાહરૂખ પોતાની ટીમ સાથે દિલીપ કુમારના ઘરે આવી પહોંચ્યો હતો. શાહરૂખ ખાને આંસુ સારી રહેલા સાયરા બાનુને સાંત્વના પાઠવી હતી.

શાહરૂખ ઉપરાંત ફિલ્મમેકર કરણ જાેહર પણ દિલીપ સાહેબના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને આવી પહોંચ્યો હતો. અનિલ કપૂર પણ અંતિમ દર્શન માટે આવ્યો હતો. તેણે પણ દિલીપ કુમાર સાથેની તસવીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ફિલ્મમેકર મધુર ભંડારકર સાયરા બાનુની સાથે હોસ્પિટલમાં પણ હતા. તેમણે દિલીપ કુમારના અંતિમ દર્શન કરતી તસવીર શેર કરતાં લખ્યું, “લેજન્ડરી એક્ટર દિલીપ કુમાર સાહેબના અંતિમ દર્શન કરી શક્યો અને શ્રદ્ધાંજલિ આપી શક્યો તે માટે પોતાને નસીબદાર માનુ છું.”

દિલીપ કુમારના અંતિમ દર્શન માટે અભિનેતા ધર્મેન્દ્રએ પણ શોક વ્યક્ત કર્યો હતો. ધર્મેન્દ્રએ કહ્યું, “મેં આજે મારો ભાઈ ગુમાવ્યો છે. હું હંમેશા મારા દિલમાં તેની યાદો તાજી રાખીને જીવીશ.”
કપૂર પરિવાર તરફથી રણબીર કપૂર દિલીપ કુમારના અંતિમ દર્શન માટે તેમજ સાયરા બાનુને સાંત્વના પાઠવવા આવ્યો હતો.
બોલિવુડના જાણીતા એક્ટર જાેની લિવર પણ દિલીપ સાહેબના છેલ્લા દર્શન માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
બોલિવુડના પ્રખ્યાત એક્ટર રઝા મુરાદ પણ દિલીપ સાહેબના અંતિમ દર્શન માટે આવ્યા હતા. જણાવી દઈએ કે, આ પહેલા વિદ્યા બાલન અને પતિ સિદ્ધાર્થ રોય કપૂર, અનુપમ ખેર, શબાના આઝમી પણ દિલીપ કુમારના અંતિમ સંસ્કાર માટે આવ્યા હતા.

Follow Me:

Related Posts