fbpx
બોલિવૂડ

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટીઝર રીલિઝ થયું

‘જવાન’ના ટીઝરમાં શાહરૂખ ખાન ઇન્ટેસ લુકમાં જાેવા મળે છે. વીડિયોનું બેકગ્રાઉન્ડ ડાર્ક છે. એક્ટરના હાથમાં અલગ-અલગ હથિયાર જાેવા મળી રહ્યા છે. શાહરૂખ ખાને વીડિયો શેર કરી જણાવ્યું કે, ૨૦૨૩ એક્શન પેક્ડ રહેવાનું છે. તે ટિ્‌વટર પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે ટીઝરની વાત કરીએ તો ટીઝરમાં જાેઈ શકાય છે કે, શાહરૂખ ખાન કોઈ જુની જગ્યા પર છે જ્યાં હથિયારો મુકેલા છે. તે પોતાના ચહેરા પર કપડાનો ટુકડો બાંધે છે. તેમના ચહેરા પર ઇજાના નિશાન છે. તેમની એક આંખ ઢાંકી દેવામાં આવી છે. કેમેરો નજીક આવવા પર શાહરૂખ ખાન હસે છે અને કહે છે, ‘રેડી’? ટીઝરમાં ક્યારેક તેમના હાથમાં બંદૂક તો ક્યારેક છરો જાેવા મળે છે. ક્યારેક શાહરૂખ ખાન હથિયાર ભરેલી બેગની ચેન બંધ કરે છે. ટીઝર શેર કરવાની સાથે શાહરૂખ ખાને કેપ્શનમાં લખ્યું, એક્શન પેક્ડ ૨૦૨૩, જવાન તમારા માટે લાવી રહ્યા છે. એક ધમાકેદાર મનોરંજન ૨ જૂન ૨૦૨૩.

હિન્દી, તમિલ, તેલુગૂ, મલયાલમ અને કન્નડમાં. ફિલ્મને ગૌરી ખાને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મમાં તેમની સાથે પહેલી વખત સાઉથની એક્ટ્રેસ નયનતારા જાેવા મળશે. જવાનમાં સાન્યા મલ્હોત્રાની પણ મહત્વની ભૂમિકા છે. રિપોર્ટ અનુસાર ફિલ્મમાં શાહરૂખ ડબલ રોલ કરવાના છે. શાહરૂખ ખાનનો પહેલો રોલ એક રો ઓફિસર છે જે એક પિતા છે અને તેમનો પુત્ર ગેંગસ્ટર છે. તે પણ શાહરૂખ ખાન બન્યા છે. નયનતારા એખ તપાસ અધિકારી છે. એક યુઝરે કહ્યું- મેં આ દાયકાને મારા જીવનની શ્રેષ્ઠ ફિલ્મો માટે રિઝર્વ કરી લીધો છે. એક ફેન્સ લખે છે, જવાન, આગામી વર્ષ કહીએ તો ફૂલ શાહરૂખ ખાન. ત્રણ ફિલ્મ… પઠાણ, જવાન અને ડંકી. ક્રેઝી સ્ટફ. એક યુઝરે કહ્યું- ચીફ શાહરૂખ ખાન, જવાન વર્લ્‌ડ વાઈડ બીજા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું જ્યારે શાહરૂખ ખાન સાતમાં નંબર પર. એક યુઝરે કહ્યું- વર્ષની શરૂઆતમાં પઠાણ, વચ્ચે જવાન અને લાસ્ટમાં ડંકી. આટલી ખુશી ક્યાં રાખું. થેંક્યું સો મચ શાહરૂખ સર. ત્યારે અન્ય યુઝરે કહ્યું- આ કિંગની ગ્રેન્ડ વાપસી છે.બોલીવુડના કિંગ ખાનની આવનારી ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી આખરે તેની જાહેરાત કરવામાં આવી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના દિગ્દર્શક એટલી છે. શાહરૂખ ખાનના ચાહકો માટે આ કોઇ મોટી ભેટથી ઓછું નથી. ટીઝર સામે આવતા જ ફેન્સ ઘણા એક્સાઈટેડ છે. શાહરૂખ ખાની આવનારી ફિલ્મ ‘જવાન’ ૨ જૂન ૨૦૨૩ ના રીલિઝ થશે. ત્યારે શાહરૂખ ખાનની અન્ય બે ફિલ્મ પઠાણ અને ડંકી આગામી વર્ષે જ રીલિઝ થવાની છે.

Follow Me:

Related Posts