બોલિવૂડ

શાહરૂખ ખાને ફિલ્મ ‘ડંકી’ને લઈને એક પોસ્ટ શેર કરી, જેને જાેઈ ફેન્સ ઈમોશનલ થઈ ગયા

ડિસેમ્બર ૨૦૨૩માં ધમાકેદાર બોલિવૂડ ફિલ્મો થિયેટર્સ અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જેમાં શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘ડંકી’ પણ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. હાલમાં કિંગ ખાને સોશિયલ મીડિયા પર ફિલ્મ ડંકીનું એક નવું ગીત શેયર કર્યું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયું છે.

જેને જાેઈને હજારો ફેન્સ ઈમોશનલ થયા છે. જણાવી દઈએ કે તેણે આ ગીતને અલગ અંદાજમાં રજૂ કર્યું છે. શાહરૂખ ખાને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેયર કરી છે. ખાસ વાત એ છે કે તેણે આ પોસ્ટ હિન્દી ભાષામાં લખી છે. ખરેખર, આમાં તેણે તેની ફિલ્મ ડંકીનો એક ડાયલોગ લખ્યો છે. તેની સાથે તેણે ડ્ઢેહૌ ડ્રોપ ૩ લોન્ચ કર્યું છે.. ગીત શેર કરતી વખતે, કિંગ ખાને કેપ્શન પણ ખૂબ જ સુંદર લખ્યું છે.

તેણે લખ્યું છે કે, “આજે હું આ ગીત તમારી સાથે શેર કરી રહ્યો છું જે મારા દિલમાં આવી ગયું હતું. રાજુ અને સોનુ ફક્ત નામથી આપણા જ લોકો લાગે છે. અને બંનેએ કમ્પોઝ કરેલ આ ગીત પણ તેમનું પોતાનું છે. તે આપણા પરિવારના સભ્યો વિશે છે, તે આપણી જમીન વિશે છેપ તે આપણા દેશના હાથોમાં આશ્વાસન શોધવાની છે. ક્યારેક આપણે બધા આપણા ઘરથીપ ગામથીપ શહેરથીપ જીવન જીવવા માટે દૂર જઈએ છીએ. પરંતુ આપણું હૃદય આપણા ઘરોમાં જ રહે છેપ દેશમાં જ. શાહરૂખે પોસ્ટની નીચે લખ્યું છે કે ડંકીનો આ તેનો ફેવરિટ ડાયલોગ છે.

તમને જણાવી દઈએ કે કિંગ ખાનની આ વર્ષની ત્રીજી સૌથી મોટી ફિલ્મ ડંકી ૨૧ ડિસેમ્બરે રિલીઝ થશે. તાપસી પન્નુ આ ફિલ્મમાં તેની સાથે પહેલીવાર સ્ક્રીન શેયર કરતી જાેવા મળશે. ફેન્સ પણ ડંકીની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. તે જાેવાનું રસપ્રદ રહેશે કે શું શાહરૂખ તેની અગાઉની ફિલ્મોની જેમ આ ફિલ્મથી પણ બોક્સ ઓફિસ પર કમાણી કરે છે?

Related Posts