શાહરૂખ ખાન પર પ્રિયંકા ચોપરાએ જાેરદાર માર્યો ટોણો, ‘મારો ઘમંડ મારા કામથી મોટો નથી
ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા જાેન્સ તેની એક્ટિંગ અને બોલ્ડ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ તેના કામથી દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. માત્ર બોલિવૂડ જ નહીં, પ્રિયંકા દુનિયાની સૌથી સફળ એક્ટ્રેસીસમાંની એક છે. હોલિવૂડમાં તેના કામની હંમેશા ચર્ચા થાય છે. બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની સ્કાય-ફાય સીરિઝ સિટાડેલના પ્રમોશનમાં બિઝી છે. એક પ્રમોશન ઈવેન્ટ દરમિયાન પ્રિયંકા ચોપરાએ શાહરૂખ ખાનના હોલીવુડમાં કામ ન કરવા અંગેના સ્ટેટમેન્ટનો જવાબ આપ્યો. શાહરૂખ ખાને તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે હું અહીં કમ્ફર્ટેબલ છું ત્યારે મારે ત્યાં (હોલીવુડ) શા માટે જવું જાેઈએ.
જણાવી દઇએકે લગ્ન પછી પ્રિયંકા ચોપરાનું સંપૂર્ણ ધ્યાન હોલિવૂડના પ્રોજેક્ટ્સ પર છે અને તે હિન્દી ફિલ્મો ખૂબ જ ઓછી કરી રહી છે. શાહરૂખ ખાનના સ્ટેટમેન્ટ પર રિએક્શન આપતા પ્રિયંકા ચોપરાએ કહ્યું, “મારા માટે કમ્ફર્ટેબલ રહેવું બોરિંગ છે. હું ઘમંડી નથી, હું માત્ર સેલ્ફ અશ્યોર્ડ છું. જ્યારે હું સેટ પર જાઉં છું ત્યારે મને ખબર પડે છે કે હું શું કરી રહી છું. મને મારા એક્ઝિક્યુટિવ્સ પાસેથી વેલિડેશનની જરૂરી નથી. હું ઓડિશન આપવા માંગુ છું, કામ કરવા માંગુ છું.” પ્રિયંકા ચોપડાએ શાહરૂખ ખાનની સફળતા પર કટાક્ષ કર્યો, કહ્યું, “જ્યારે હું બીજા દેશમાં જાઉં છું ત્યારે મારી પીઠ પર મારી સફળતાનો ભાર સાથે લઇને નથી ચાલતી.” જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાએ અત્યાર સુધી ‘બેવોચ’, ‘ક્વોન્ટિકો’ અને મેટ્રિક્સ-૨ જેવા પ્રોજેક્ટ કર્યા છે.
હોલીવુડમાં તે સતત પોતાની પકડ મજબૂત કરી રહી છે. પ્રિયંકા ચોપરા પહેલા, બોલિવૂડના ઘણા એક્ટર્સ હોલિવૂડની ફિલ્મોનો હિસ્સો રહી ચૂક્યા છે, પરંતુ ઘણા એવા છે જેમણે બોલિવૂડમાં રહીને પોતાની કરિયરને રફતાર આપવાનો ર્નિણય લીધો છે. શાહરૂખ ખાન પણ એવા સુપરસ્ટારમાંથી એક છે જેમણે હોલીવુડને બદલે બોલિવૂડમાં રહીને દર્શકોનું મનોરંજન કરવાનું નક્કી કર્યું. ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા તેની આગામી વેબ સીરિઝ સિટાડેલમાં જાેવા મળશે. પ્રિયંકા ચોપરાની આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ વિડિયો પર ૨૮ એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. બીજી તરફ જાે શાહરૂખ ખાનની વાત કરીએ તો પઠાણની સફળતા બાદ તે તેની આગામી ફિલ્મ જવાનના શૂટિંગમાં વ્યસ્ત છે, જે આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે.
Recent Comments