શાહરૂખ ખાન પહોંચ્યો મક્કા!..ઉમરાહની તસવીરો થઈ વાયરલ
શાહરૂખ ખાનના છેલ્લા કેટલાક વર્ષો સારા રહ્યા નથી. ૨૦૧૫માં આવેલી ‘દિલવાલે’ પછી તેની લગભગ દરેક ફિલ્મ ફ્લોપ રહી હતી. તે પોતાનો કિંગ ખાન ચાર્મ બનાવી શક્યો નથી. ચાર વર્ષ બાદ તે ‘પઠાણ’ દ્વારા ફરીથી પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. પોતાની ફિલ્મ હિટ થાય તે માટે શાહરૂખ ખાન મક્કા પહોંચી ગયો હતો. ત્યાં તેણે સફેદ વસ્ત્રોમાં ઉમરાહ કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ખરેખર, શાહરૂખ ખાને સાઉદી અરેબિયામાં ફિલ્મ ડંકીનું શૂટિંગ શેડ્યૂલ પૂરું કર્યું હતું. જે બાદ તેઓ મક્કા પહોંચ્યો. જાે કે પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે ઉમરાહ કરવા માટે મક્કા પહોંચી રહ્યો છે. જેની હવે પુષ્ટિ થઈ ગઈ છે. ત્યાંના એક પત્રકારે ટિ્વટ કર્યું કે કિંગ ખાને મક્કા પહોંચ્યા બાદ ઉમરાહ કરી હતી.
તેની તસવીરો સામે આવી છે. જેમાં શાહરૂખ ખાન સફેદ કપડામાં જાેવા મળી રહ્યો છે. તેમની ચારે બાજુ સઘન સુરક્ષા દેખાઈ રહી છે. હકીકતમાં, ઉમરાહમાં, પુરુષો સિલાઇ વગરના બે ટુકડામાં સફેદ વસ્ત્ર પહેરે છે. શાહરૂખ ખાને પણ સફેદ વસ્ત્ર પહેર્યુ હતુ. તેનું આ સ્વરૂપ પ્રથમવાર જાેવા મળ્યું. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ‘બાદશાહ’ ખાને ટ્વીટ કરીને ઉમરાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે પૂરી થઈ હતી. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ જાન્યુઆરી ૨૦૨૩માં સિલ્વર સ્ક્રીન પર આવવાની છે. આ ફિલ્મ, જેમાં દીપિકા પાદુકોણ અને જાેન અબ્રાહમ પણ છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે. આ સિવાય તે ‘જવાન’ અને ‘ડાંકી’માં જાેવા મળશે. આ બંને ફિલ્મો પણ વર્ષ ૨૦૨૩માં જ રિલીઝ થવાની છે.
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન છેલ્લા કેટલાક સમયથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી, જેણે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી ન હતી. અગાઉ ‘ફેન’ અને ‘જબ હેરી મેટ સેજલ’ આવી હતી. પરંતુ તે પણ ફ્લોપ સાબિત થઈ. કહેવાય છે કે ચાર વર્ષ સુધી સ્ક્રીનથી દૂર રહ્યા બાદ તેણે ઘણી સ્ક્રિપ્ટ વાંચી અને રોમેન્ટિક હીરોની ઈમેજ છોડીને કંઈક અલગ કરવાનો પ્લાન બનાવ્યો. ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડંકી’ ફિલ્મોમાં કિંગ ખાન એક અલગ જ અવતારમાં જાેવા મળશે.
Recent Comments