સુપર સ્ટાર શાહરૂખ ખાન લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે પરંતુ તે પોતાના ફેન્સથી દૂર થયા નથી. શાહરૂખ જાણે છે કે ફેન્સ તેની તાકાત છે તેથી તે સો.મીડિયા દ્વારા હંમેશા પોતાના ફેન્સ સાથે જાેડાયેલા રહે છે. જલદી તે ફિલ્મ ‘પઠાણ’ દ્વારા વાપસી કરવાના છે અને આ વચ્ચે તેણે ટિ્વટર પર ઈંછજાજીઇદ્ભ સેશન રાખ્યુ જેમાં તેણે ફેન્સને સવાલ પૂછવાની તક આપી હતી.
શાહરૂખ ખાન પોતાના ફેન્સ સાથે સીધો કનેક્ટ થયો અને લોકોને તેના અતરંગી સવાલોના જવાબ આપ્યા. શાહરૂખના ફેન્સે તેને દરેક પ્રકારના સવાલ કર્યા અને આ ક્રમમાં એક ફેને પૂછ્યુ, ‘છોકરી પટાવવા માટે બે ટિપ્સ આપો.’ શાહરૂખ ખાનને રોમાન્સના કિંગ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે ઈન્ડસ્ટ્રીઝમાં તેના જેવા અંદાજમાં રોમેન્ટિક સીન્સ કોઈ શૂટ ન કરી શકે. અભિનેતાએ ફેનને જવાબ પણ આપ્યો.
શાહરૂખ ખાને ફેનના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યુ, ‘સૌથી પહેલા પ્રયાસ કરો કે તમે ‘પટાવવી’ શબ્દનો ઉપયોગ ન કરો. તમે વધુ શાલીન અને સન્માનની સાથે પ્રયાસ કરો. મહત્વનું છે કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મને લઈને ફેન્સ ખુબ ઉત્સાહમાં છે. એક બાદ એક ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થયા બાદ ખને થોડા સમય માટે બ્રેક લીધો હતો.
Recent Comments