fbpx
રાષ્ટ્રીય

શિંદે જૂથના બળવાખોરો ઉદ્ધવ જૂથમાં પાછા ફરવા માંગતા હોવાનો સામનામાં દાવો

ઉદ્ધવ બાળાસાહેબ જૂથના મુખપત્ર શિવસેનાએ દાવો કર્યો છે કે શિવસેના(શિંદે જુથ)ના ૨૨ ધારાસભ્ય અને ૯ લોકસભા સાંસદો મુખ્યમંત્રી એકનાથ શિંદેથી નારાજ છે અને તેઓ ફરીથી ઉદ્ધવ જૂથમાં જાેડાવા માંગે છે. સામનામાં દાવો કરવામાં આવ્યો છે કે આ બળવાખોર ધારાસભ્યો ભાજપના વલણથી નારાજ છે, તેથી જ તેઓ ફરીથી તેમના સંપર્કમાં છે. શિવસેના (ેંમ્‌)ના સાંસદ વિનાયક રાઉતે તેમના લેખમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય ેંમ્‌ના સંપર્કમાં છે કારણ કે શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના ધારાસભ્યોની વિધાનસભામાં કોઈ કામ થયું નથી, તેથી તેઓ તેમની પાર્ટી છોડવા માંગે છે. વિનાયકે શિવસેનાના વરિષ્ઠ નેતા ગજાનન કીર્તિકરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમણે જાહેર મંચ પરથી ભાજપ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

વાસ્તવમાં શિવસેનાનો નારો આપનાર શિવસેનાના વરિષ્ઠ નેતા કીર્તિકરે ભૂતકાળમાં ભાજપ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. “અમે કુલ ૧૩ સાંસદો છીએ અને હવે અમે એનડીએનો ભાગ છીએ અને અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા મતવિસ્તારોને લગતા મુદ્દાઓને પ્રાથમિકતાના આધારે ઉકેલવામાં આવશે, પરંતુ અમે એવું થતું નથી જાેઈ રહ્યા.” શિવસેનાના નેતા ગજાનન કીર્તિકરે કહ્યું કે, શિવસેના (શિંદે જૂથ) મહારાષ્ટ્રમાં લોકસભાની ૨૨ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. કીર્તિકરના આ નિવેદનનો ઉલ્લેખ કરતા સામનાએ તેના તંત્રીલેખમાં લખ્યું છે કે, “પૈસો આત્મસન્માન અને આદર ખરીદી શકતો નથી, તે ફરી એકવાર જાણવા મળ્યું છે.”જાે કે, સામનાના આ દાવાઓ અંગે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે કે તેમની પાર્ટી કે તેમની સાથે ગઠબંધન કરનાર ભાજપે કોઈ નિવેદન આપ્યું નથી.

Follow Me:

Related Posts