fbpx
ભાવનગર

“શિક્ષક કભી સાધારણ નહિ હોતા” ઉક્તિ સાર્થક કરતાં પાલીતાણાના શિક્ષક શિક્ષકશ્રી નાથાભાઇ ચાવડા

“શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ચાણક્યની આ ઉક્તિ ભાવનગર જિલ્લાના પાલીતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી સરકારી પ્રાથમિક
શાળાનાં શિક્ષકશ્રી નાથાભાઇ નોંઘાભાઈ ચાવડાએ સાર્થક કરી છે તેઓ કેળવણીકાર “દર્શક” ની કર્મભૂમિ લોકભારતી માયધાર નાં વતની એવા
આ ઈનોવેટિવ શિક્ષકે સતત આઠ વખત એજ્યુકેશન ઇનોવેશનમાં ભાગ લઈને “વર્લ્ડસ ગ્રેટેસ્ટ રેકોર્ડ” પ્રસ્થાપિત કર્યો છે.
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિદસર ભાવનગર દ્વારા દર વર્ષે યોજાતા એજ્યુકેશન
ઇનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠ વર્ષથી બાળ કેળવણીની કેડીએ અનોખી પદ્ધતિથી પોતાનાં કાર્યની સુહાસ ફેલાવી શિક્ષણ અને કૌશલ્યમાં
ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી આ ગૌરવ પૂર્ણ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
શ્રી નાથાભાઈ એવું જણાવે છે કે તેઓને શિક્ષક તરીકે પોતાના જીવનમાં રજાને કોઈ સ્થાન નથી પોતાની શાળા અને બાળકોનાં
સર્વાંગીય વિકાસ માટે લોકભાગીદારી સાથે સામાજિક સેવાનું યોગદાન ખુબ પ્રશંશનીય રહ્યું છે. અત્યાર સુધીમાં શાળા સમય બાદ પોતાના દ્વારા
પાંચ હજારથી વધુ કલાકનું સમય દાન કર્યું છે. બાળકોની શૈક્ષણીક તમામ પ્રકારની મુંજવણનું નિરાકરણ ઇનોવેશનનાં માધ્યમથી કરવામાં આવે છે.
આમ આ શિક્ષક દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં પ્રસ્થાપિત રેકોર્ડ પોતાનાં કર્તવ્ય નિષ્ઠાને સમર્પિત છે.
“પ્રજ્ઞાકુટીર” એ પોતાનું પ્રથમ ઇનોવેશન હતું જે શાળાની ભૌતિક સુવિધાનાં અભાવને દૂર કરવા માટે ઇનોવેશન કરવામાં આવ્યું હતું.
ઈનોવેટિવ રવિ મંડળ એટલે કે રવિવારનાં દિવસે બાળકોનું કૌશલ્ય વધારવા આ ઇનોવેશન કરવામાં આવ્યું હતું. મારી શાળાની સફરે નામના
ઇનોવેશન દ્વારા બાળકોમાં બાર થી વધુ સામાજિક અને શૈક્ષણિક ગુણો ને આવિષ્કાર કરતું ઇનોવેશન હાથ ધર્યું. આમ વિદ્યા ક્લિનિક ઇનોવેશન
બાળકોના સર્વાંગીણ વિકાસનો પાયો મજબૂત કરવા હાથ ધર્યું હતું. અને આ ઇનોવેશન ની રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યું હતું. “પાકું કરો ઈનામ
જીતો”નો નવતર પ્રયોગ સંપુર્ણ શિક્ષણ ને સમર્પણ પ્રયોગ હતો. જેનાં દ્વારા બાળકો પાકું કરે અને ઈનામ જીતતાં હતાં આમ ઇનોવેશન દ્વારા
શિક્ષણમાં બદલાવ એટલું જ નહિ શાળા કેમ્પસમાં નવાચાર ની સુવાસ આમ કોરોના કાળમાં શાળા બંધ છે. શિક્ષણ નહિ દ્વારા બાળકોને શિક્ષણ
મળે તે માટે શાળા વિસ્તારનાં મદરેસામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. જે બાળકો પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવા જરૂરી સાધનો હતા નહીં, તેવા
બાળકો માટે કોરોના ગાઈડલાઈન નું પાલન કરી ઇનોવેશન દ્વારા શિક્ષણ તેવી જ રીતે કોરોનાનાં બીજા વર્ષે બાળકોની શેરી-ઓટલે શાળા નામનાં
ઇનોવેશન દ્વારા બાળકોના પોતાનાં ઓટલે શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો. આમ જીવન શિક્ષણ અને જીવિકા શિક્ષણ નાં વિષયો સાથે આ વર્ષ
માં સાયકલ ડ્રાઇવિંગ સ્કૂલ આ ઇનોવેશન દ્વારા બાળકોની શાળામાં હાજરી અને શિક્ષણમાં બદલાવ માટે ઇનોવેશન હાથ ધરવામાં આવ્યું.
આમ નવતર પ્રયોગોનું સંપૂર્ણ માર્ગદર્શન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આપવામાં આવ્યું હતું. સૌ પ્રાધ્યાપક મિત્રો નાં
સહકારથી આ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સાથે જીવન મૂલ્યો અને સાંસ્કૃતિક વારસા ને ઉજાગર કરતાં આ
વિવિધ ઇનોવેશન બાળકો અને શાળાને સમર્પિત કર્યો છે તો સાથોસાથ આ રેકોર્ડ એવાં આદર્શ ગુરુજનોને સમર્પિત જેવો પગાર માટે નહિ પરંતુ
પરોપકાર માટે શાળામાં પોતાનું યોગદાન આપતાં હોઈ છે.

Follow Me:

Related Posts