fbpx
ગુજરાત

શિક્ષક કોરોનાથી સંક્રમિત થાય અને રજા પર હોય તો પણ તે ઓનડ્યુટી જ ગણાશે


કોરનાકાળ દરમ્યાન શિક્ષકોને વધુ કામગીરી સોંપવામાં આવી હતી તેમ પણ શિક્ષકો દ્વારા સરકારી યોજનાઓ તેમજ પ્રવૃત્તિઓ, જાગૃત્તિના કામગીરીર કરતાર જ હોય છે તેમને તેમની કામગીરી સિવાય પણ અન્ય કામગીરીર કરવી પડે છે તેવામા જાે કોઈ કોરોના સંક્રમિત શિક્ષક રજા પર હોય તો પણ તે ઓનડ્યુટી જ જણાશે તેવી સંઘની રજુઆત શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી છે કોરોનાની મહામારીમાં મોત નીપજતાં અમુક સરકારી કર્મચારીઓને રૂ. ૨૫ લાખની સહાય આપવા સહિતના લાભો આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તેમાં કોરોનાથી સંક્રમિત થયેલા કર્મચારીઓની ઓનડ્યુટી ગણવાનો પણ આદેશ કર્યો છે પરંતુ તેનો લાભ પ્રાથમિક શિક્ષકોને મળતો ન હોવાથી મેડિકલ રજા મૂકવાની ફરજ પડતી હતી. જાેકે શિક્ષકોએ પણ કોરોનાની મહામારીમાં અનાજ વિતરણ, વેક્સિનેશનની કામગીરી, ડોર-ટુ-ડોર સરવે સહિતની કામગીરી કરી હોવા છતાં કોરોનાથી સંક્રમિત શિક્ષકોની રજાને ઓનડ્યુટી ગણાતી નથી.

આથી આ મામલે શિક્ષક સંઘે પણ કોરોનામાં સંક્રમિત શિક્ષકોની રજાને ઓનડ્યુટી ગણવાની માંગણી કરી હતી. આ અનુસંધાને શિક્ષણ વિભાગે કોરો સંક્રમિત શિક્ષકોને ઓનડ્યુટી ગણવાનો આદેશ કર્યો છે. કોરોનાથી સંક્રમિત થયેલા શિક્ષકોની રજા ઓનડ્યુટી ગણવાની માગણી શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે રાજ્યના શિક્ષણ વિભાગના સંયુક્ત શિક્ષણ નિયામકે આદેશ કર્યો છે કે કોરોના વાઇરસથી સંક્રમિત શિક્ષકોની ઓનડ્યુટી ગણાશે. જાેકે આદેશમાં કરાયેલા ઉલ્લેખ મુજબ નાણા વિભાગના ઠરાવની સૂચના અનુસાર સંક્રમિત શિક્ષકોના કિસ્સામાં ખાસ પરિસ્થિતિમાં સ્વવિવેકથી ન્યાયપૂર્ણ ર્નિણય લેવાનો રહેશે. દોઢેક વર્ષથી કોરોનાની મહામારીની પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઉપરાંત કોરોનાની મહામારીમાં પણ સેવા બજાવતા આરોગ્ય સહિતના કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જાેકે આદેશમાં નાણા વિભાગના ૧ એપ્રિલ, ૨૦૨૧ના ઠરાવની સૂચના અનુસાર જિલ્લા કે નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા અને સંક્રમિત થયેલા શિક્ષકોના કિસ્સામાં ખાસ સ્થિતિમાં સ્વવિવેકથી ન્યાયપૂર્ણ ર્નિણય કરવાનો રહેશે.

Follow Me:

Related Posts