શિક્ષણથી વંચિત રહી ગયા હોય તેવા ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવશે
શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણથી વંચિત રહી ગયા હોય તેવા ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનો સમગ્ર અમરેલી જિલ્લામાં સર્વ શિક્ષા અંતર્ગત સર્વે હાથ ધરવામાં આવશે. સર્વ શિક્ષા અંતર્ગત હાથ ધરવામાં આવનાર આ સર્વેમાં ધો.૧ થી ધો.૧૨ સુધીનું શિક્ષણ ન મેળવ્યું હોય તેવા તમામ ઉપરાંત અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય તેવા બાળકો અને તે ઉપરાંત દિવ્યાંગ હોય તેવા બાળકો સહિતના ૬ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને, જિલ્લાની તમામ પ્રાથમિક શાળા મારફત આ સર્વેમાં આવરી લેવામાં આવશે. તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી આ સર્વે શરુ રહેશે. જિલ્લાના આ સર્વે અંતગર્ત આવરી લેવાના થાય તેવા બાળકો જો કોઈના ધ્યાને હોય અથવા જાણમાં આવે તો જિલ્લાની જાહેર જનતાને આ કામગીરીમાં સહભાગી થવા માટે જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર-વ-જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments