આજ રોજ તા.૦૪/૧૨/૨૦૨૧ બપોરના ૨:૩૦ કલાકે શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી ચેરપર્સનશ્રી કમુબેન એમ ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિનાં તમામ સભ્યશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.વી.મયાણી પ્રાચાર્યશ્રી ડાયટ સિદસર, તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, તમામ કેળવણી નિરીક્ષકશ્રીઓ, તમામ તાલુકાનાં બી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રીઓ, તમામ સ્કૂલ ઇન્સ્પેક્ટરશ્રીઓ, મિટિંગમાં હાજર રહેલ. આજની બેઠકમાં શિક્ષણની ગુણવત્તા અને અસરકારક કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ.
શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જિલ્લા શિક્ષણ સમિતી, ભાવનગર ખાતે સંકલન બેઠક યોજાઇ

Recent Comments