મંત્રીશ્રીએ પોતાના અભ્યાસકાળ દરમિયાન વિતાવેલા સમયને યાદ કરી જુના સંસ્મરણો વાગોળ્યા
આજે લાઠીના કલાપી કોમ્યુનિટી હોલ ખાતે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો.
મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના અભ્યાસકાળ દરમિયાન તેઓના વિદ્યાગુરુશ્રીઓનું સન્માન કર્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત સૌએ મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી વાઘાણીએ પોતાના અભ્યાસકાળ દરમિયાન વિતાવેલા સમય અને તેના સંસ્મરણો વાગોળ્યા હતા.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા અને શાળાના આચાર્યશ્રી સહિતના સૌ શિક્ષકગણ તેમજ સંલગ્ન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments