ભાવનગર

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વૃદ્ધાશ્રમના વડીલો તેમજ સૈનિક પરિવારો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી

રોશનીના જાજરમાન પર્વ એવા દીવાળીની સમગ્ર દેશમાં આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ દીપાવલી પર્વની દરવર્ષની માફક વૃદ્ધાશ્રમના વડીલો અને દેશના સીમાડાની રક્ષા કરતા સરહદ ઉપર ફરજ બજાવતા સૈનિકોના પરિવારજનો સાથે કરી હતી. જેમાં તેમની સાથે સંગઠનના હોદ્દેદારો જાેડાયા હતા. અંધકારમાંથી રોશની તરફ લઈ જતું પર્વ એટલે દીપાવલી, આ પર્વની સાચી ઉજવણી તો ત્યારે જ સાર્થક કહેવાય જયારે અન્યનું જીવન પણ રોશનમય બને ત્યારે આજના આ ખાસ દિવસે ભાવનગરના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ દરવર્ષની માફક દિવાળી પર્વની ઉજવણી કરી હતી. સવારે જીતુ વાઘાણીએ ભાવનગરના વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોને મળીને મીઠાઈ આપી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આશીર્વાદ દરમિયાન જીતુ વાઘાણી ભાવુક થયા હતા. દિવાળીનું પર્વ સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવાતા હોય છે પરંતુ દેશના સીમાડાની રક્ષા કાજે સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો તેમના ઘરે આવી શકતા નથી જેથી આજે જીતુ વાઘાણીએ આવા સૈનિક પરિવારોને ત્યાં જઈ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મીઠાઈ વહેંચી દિવાળી પર્વની અનેરી ઉજવણી કરી હતી.

Related Posts