રાજ્યમાં વર્ષોથી ફી વધારાનો મુદ્દો વાલીઓ માટે મહત્વનો રહ્યો છે . પરંતુ સત્તા કે વિરોધ પક્ષે ક્યારેય કંઈ ઉકાળી વાલીઓને આપ્યું નથી . આ વાત આમ આદમી પાર્ટી AAP ગુજરાત બરોબર રીતે સમજી ગઈ હોય તેમ જણાય છે .
આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા Gopal Italiya દ્વારા પત્રકાર પરિષદ યોજી શિક્ષણના વેપાર Education Business મામલે પ્રહારો કરવામાં આવ્યા હતા . તેમણે ભાજપના નેતાઓ એ શિક્ષણને વેપાર બનાવી દિધો છે તેવા પ્રહારો કર્યા હતા . સાથે જ તેમણે કોંગ્રેસને પણ આડે હાથ લેતા કહ્યું કે , ભાજપ – કોંગ્રેસના નેતાઓની સ્કૂલો બને એના માટે સરકારી સ્કૂલો ખાડે ગઈ છે . ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે . બેફામ ફી લઈ વાલીઓને લૂંટવામાં આવે છે . ગોપાલ ઈટાલીયા એ વધુમાં જણાવ્યું કે , દિલ્હીની Delhi અને પંજાબની Punjab ખાનગી શાળાઓની ફી વધારવા પર પ્રતિબંધ છે . છેલ્લા 7 વર્ષથી દિલ્હીની ખાનગી શાળાઓની ફીમાં વધારો નથી થયો . અને પંજાબમાં પણ સરકાર બનતાની સાથે જ આ રીતે પ્રતિબંધ મુકી દેવાયો છે .
સરકાર પર નિશાન તાકતા ઈટાલીયાએ કહ્યું કે જો સરકાર ઈચ્છે તો વાલીઓને લૂંટાતા બચાવી શકાય છે . માટે ગુજરાતની જનતા વતી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ CM Bhupendra Patel ને પત્ર લખી કેટલીક માગણીઓ કરવામાં આવી છે . ઈટાલીયાએ સરકારને ચેતવણીના સ્વરે કહ્યું કે જો આ માગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો , રાજ્યભરમાં લોહશાહી ઢબે શાંતિપૂર્વક કાર્યક્રમો નક્કી કરી રાખ્યા છે એ કરવામાં આવશે . આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલ અને સ્થળોનાં નામ બદલવા મુદ્દે કહ્યું હતું કે ‘ જે ભાજપવાળા હાર્દિકને ગાળો આપતા હતા તેને હવે આમંત્રણ આપે છે . તમે ભાજપને પૂછો . નામ બદલવાની રાજનીતિ ભાજપને કોઠે પડી ગઈ છે . નામ બદલવાથી વિકાસ ન થાય . માલધારી સમાજની માગણીઓ વાજબી છે અને પહેલા જ દિવસથી આમ આદમી પાર્ટી માલધારી સમાજ સાથે જ છે . ’
Recent Comments