શિક્ષણ ક્ષેત્રે છોકરીઓમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવામાં ઠેરનું ઠેર
બિહારમાં ૨૨.૭ ટકા છોકરીઓ માધ્યમિક વર્ગોમાં અભ્યાસ ત્યજી દે છે. વર્ષ ૨૦૧૬-૧૭થી ૨૦૧૯-૨૦ સુધીના ચાર વર્ષના આંકડા દર્શાવે છે કે, રાજ્યમાં માધ્યમિક શિક્ષણક્ષેત્રે અભ્યાસ ત્યજી દેવાના છોકરીઓના વલણમાં રાજ્ય સરકાર કોઈ સુધારો કરી શકી નથી, બીજી તરફ બિહારમાં ત્યાંની સરકાર જબરજસ્ત મોટું પરિવર્તન લાવી રહી છે. માધ્યમિક શિક્ષણક્ષેત્રે છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ ગુજરાતમાં ૨૦૧૬-૧૭માં ૨૧.૯ ટકા, ૨૦૧૭-૧૮માં ૧૯ ટકા, ૨૦૧૮-૧૯માં ૨૧.૨ ટકા અને હવે છેલ્લે ૨૦૧૯-૨૦ના આંકડા મુજબ ૨૦.૬ ટકા છે. આની તુલનામાં બિહારમાં માધ્યમિક શિક્ષણમાં છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ ૨૦૧૬-૧૭માં ૪૧ ટકા, ૨૦૧૭-૧૮માં ૩૩.૭ ટકા, ૨૦૧૮-૧૯માં ૩૨.૧ ટકા અને હવે છેલ્લે ૨૦૧૯-૨૦માં ૨૨.૭ ટકા છે. મતલબ ગુજરાત સરકાર છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે ચાર વર્ષમાં કશું કરી શકી નથી, જ્યારે બિમારુ અને અશિક્ષિત ગણાતા બિહારમાં છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ ચાર વર્ષમાં ૪૧ ટકાથી ઘટીને લગભગ અડધો થઈ ગયો છે. ગુજરાતમાં દર વર્ષની માફક શિક્ષકદિનની ઔપચારિક ઉજવણી થઈ રહી છે અને રાજ્ય શિક્ષણની ગુણવત્તામાં આગળ આવ્યું હોવાના દાવા થઈ રહ્યા છે, ત્યારે છોકરીઓમાં શિક્ષણનું સ્તર કેવું છે તે તરફ નજર કરવા જેવી છે. તાજેતરમાં શિક્ષણમંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસીના જે આંકડા બહાર આવ્યા છે, તેમાં રાજ્યમાં માધ્યમિક શિક્ષણમાં ૨૦.૬ ટકા છોકરીઓ અભ્યાસ છોડી દે છે અને આ પ્રમાણ દેશમાં બિહાર પછી બીજા નંબરે છે.
Recent Comments