શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનારા મહેસાણાના શિક્ષકોનું સન્માન કાર્યક્રમ યોજાયો
અમદાવાદ ખાતે મહેસાણા ના જે શિક્ષકોએ શિક્ષકક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપીને તાલુકા કક્ષા જિલ્લા કક્ષા, રાજ્યકક્ષા, અને રાષ્ટ્રકક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેઓનો સન્માન કાર્યક્રમ મહેસાણા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદની સચિવ પૂલકીત જાેશીની પ્રેરણાથી યોજાયો હતો.જેમાં મહેસાણા જિલ્લાના ૧૬૦ જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના શિક્ષણ વિભાગ માટે ગૌરવ પૂર્ણ બાબત બનવા પામેલ છે.
આ કાર્યક્રમમાં સર્વ શિક્ષણ અભિયાન સચિવ એમ પી મહેતા,જીએસઈએચબી અને જીઆઈઈટી નિયામક એમ કે રાવલ, તેમજ ભાસ્કરભાઈ ઠાકર ,તુષારભાઈ મહેતા મદદની સચિવ ગુ.મા.શિ. બોર્ડ અને શિક્ષકવિદ ગજેન્દ્રભાઈ જાેશી સહિતના મહાનુભાવે ઉપસ્થિત રહીને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન પત્રથી બહુમાન કરી તેઓને બિરદાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેસાણા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ દવે ભારે જેમ જ ઉઠાવી હતી.
Recent Comments