શિક્ષણ મંત્રી પાનશેરીયા ની ઉપસ્થિતિ માં. “સ્કાય વિન આઇટી એકેડેમી” દ્વારા થેલેસિમિયા ગ્રસ્ત દર્દીઓ ના હિતાર્થે મહારક્તદાન શિબિર યોજાય

સુરત ના મોટા વરાછા ખાતે “સ્કાય વિન આઇટી એકેડેમી” દ્વારા થેલેસિમિયાગ્રસ્ત દર્દીઓ ના હિતાર્થે મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં 115 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું તેમજ આ રક્તદાન કેમ્પમાં અતિથિ તરીકે આદરણીય પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબ (ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી),ધનજીભાઈ આસોદરિયા (ધરતી ડાયમંડ), જીતેન્દ્રભાઈ દક્ષિણી સાહેબ (રેપ પ્રીવેન્સન કાઉન્સિલ ઓફ ગુજરાત ના અધ્યક્ષ) જેરામ ભગત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તેમજ ગ્રીન આર્મી ના શ્રી મનસુખભાઇ કાસોદરિયા અને કે.કે કથીરીયા રમેશભાઈ પાલડીયા (ગ્રીન આર્મી ગ્રુપ)
વિપુલભાઈ નારોલા (પ્રમુખ શ્રી જય ભગવાન ચેરીટેબલ ટ્રસ્ટ) તેમજ કરુપ માંડલીયા બાળ કલાકાર તેમજ દલસુખ ભાઈ ટીમબડીયા સાહેબ રોનકભાઈ ઘેલાણી (સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ) સહિત ના તમામ સેવાભાવી મહાનુભાવો ની ઉપસ્થિતિ માં આ રકતદાન કેમ્પ નું આયોજન કરતા શ્રી મહેન્દ્રભાઈ પાલડીયા ખાખરીયા વાળા આકાશ કુમાર વસ્તરપરા ધવલ અકબરી સહિત ની યુવા ટીમ ની સેવા પ્રવૃત્તિ માટે નો ઉત્સાહ જોઈ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓએ માનવ સેવા કરતાં યુવાનો આ પ્રવૃતિ ની સર્વત્ર સરાહના કરાય હતી
Recent Comments