fbpx
અમરેલી

શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ અમરેલી જિલ્લાના કરમદડી, જીરા અને સરસિયામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવી જ્ઞાન દીપ પ્રજવલ્લિત કર્યો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર કાંઠાના અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન થયા હતા.

શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ ધારી તાલુકાના કરમદડીજીરા અને સરસિયામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવી જ્ઞાનનો દીપ પ્રજવલ્લિત કર્યો હતો. આ પ્રસંગે વિવિધ ગામોમાં શાળામાં બાલવાટિકાઆંગણવાડીધો. ૦૧ અને ધો. ૦૯માં પ્રવેશતા બાળકોને મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કિટ અર્પણ કરી અને વિધિવત પ્રવેશ કરવામાં આવ્યો હતો.

     શાળા પ્રવેશોત્સવના અંતિમ દિને ધારી તાલુકાના કરમદડી ગામે મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બાલવાટિકામાં ૦૯ કુમાર૧૦ કન્યાધો. ૦૧માં ૧૫ કુમાર૧૩ કન્યાઆંગણવાડીમાં ૧૪ કુમાર૧૦ કન્યાનો પ્રવેશોત્સવ સંપન્ન થયો જ્યારે જીરા ગામેધો. બાલવાટિકામાં ૦૬ કુમાર૦૭ કન્યાધો. ૦૧માં ૧૧ કુમાર૦૮ કન્યાઆંગણવાડીમાં ૦૭ કુમાર૦૮ કન્યાનો પ્રવેશોત્સવ થયો હતો. સરસિયા મુકામે કુમાર શાળામાંબાલવાટિકામાં ૧૭ કુમારધો. ૦૧માં ૩૨ કુમારજ્યારે કન્યા શાળામાં બાલવાટિકામાં ૧૪ કન્યાધો. ૦૧માં ૧૬ કન્યાનો પ્રવેશોત્સવ યોજાયો હતો. માધ્યમિક શાળામાં ધો. ૦૯માં પ્રવેશતા ૧૫ કુમાર૧૦ કન્યા અને આંગણવાડીમાં ૦૮ કુમાર૦૭ કન્યાનો પ્રવેશોત્સવ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સંપન્ન થયો હતો.

      આ પ્રસંગ બાળકોને પ્રેરણા પૂરી પાડતા મંત્રીશ્રીએ જણાવ્યુ કેરાજ્ય સરકાર ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યના છેવાડા વિસ્તારની શાળાઓમાં પણ સ્માર્ટ ક્લાસરુમ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ સ્માર્ટ ક્લાસરુમનું લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યું છે. સરકાર શિક્ષણ માટે કટિબદ્ધ છે. ૨૦૦-૩૦૦ એમ બે વર્ગની સંખ્યાઓ ધરાવતી શાળાઓને તમામ ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર વહેલી તકે પૂરું પાડવા રાજય સરકારનું આયોજન છે. રાજ્યમાં વિદ્યાર્થીઓને સુવિધાસભર શિક્ષણ મળી રહે તે માટે ૧૬,૦૦૦ નવા ઓરડાઓનું નિર્માણ થઈ રહ્યું છે. 

    તેમણે ઉમેર્યુ કેરાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યની ટીમ ગામે ગામ શાળા પ્રવેશોત્સવ ઉજવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે વાલીઓએ પણ કેટલીક કાળજી રાખી અને તેમના જીવનમાં મૂલ્યોનું ઘડતર કરવું અનિવાર્ય છે. હવે ધો. ૦૯માં પ્રવેશતી દીકરીઓના અભ્યાસની ચિંતા કરી અને રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ ધો. ૧૨ નો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે ગુરુજનો સહિત સમગ્ર શિક્ષણ વિભાગ કાર્યરત છે.

મૂલ્ય આધારિત કેળવણી અને શિક્ષણની આવશ્યકતાને સમજાવતા તેમણે ઉમેર્યુ કેઆજના સમયમાં શિક્ષણ સાથે કેળવણીની આવશ્યકતા છે. વાલીઓ પોતાના બાળકોને સત્યપ્રમાણિકતાનિષ્ઠાવડીલોનો આદર અને સન્માનસદભાવના જેવા ગુણો આપશે તો ચોક્કસથી બાળક શ્રેષ્ઠ વ્યક્તિ બનશે.

શાળામાં ભગવત ગીતાના અધ્યાયનું પઠન કરવાનો અનુરોધ કરતા મંત્રીશ્રીએ કહ્યુ કેશાળાઓમાં પ્રતિ સપ્તાહ એક દિવસ બાળકો પ્રાર્થના વખતે કે અન્ય સમયે ભગવત ગીતાના અધ્યાયનું પઠન કરે. આ પ્રસંગે શિક્ષણમાં ભગવત ગીતાનો સમાવેશ કરવાનું ભગીરથ કાર્ય કરવા બદલ કરમદડીજીરા અને સરસિયા ખાતે સ્થાનિક આગેવાનો અને ટીમ ધારી દ્વારા શિક્ષણ રાજ્યમંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તારલાઓને શૈક્ષણિક ભેટ આપનારા દાતાશ્રીઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને પોતે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના શેઢાવદરના વતની હોય તેમણે તેમની લાગણી વ્યક્ત કરી હતી. બાળકના ઘડતરમાં પાયાનો ભાગ શાળા ભજવે છેબાળકમાં કેળવણી અને જીવન ઘડતરનું નિર્માણ શાળામાંથી થાય છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.

     કરમદડી અને સરસિયા ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ શાળાને આપવામાં આવેલા સ્માર્ટ બોર્ડ અને કમ્યુટર લેબનું નિરીક્ષણ કર્યુ હતુ. જીરા પે સેન્ટર ખાતે નવનિર્મીત કમ્યુટર લેબનું ઉદ્ઘાટન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ શાળાઓના પટાંગણમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોના જતન માટે બાળકો કાળજી રાખવા સૂચન કર્યુ હતું. તમામ શાળાઓના આચાર્યશ્રીને મંત્રીશ્રીના હસ્તે કર્મવેદિકા‘ પુસ્તકનો સેટ અર્પણ કરવામાં આવ્યો હતો જ્યારે ત્રણે ગામમાં રહેતા ગામના ત્રણ જ્યેષ્ઠ વૃદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

     પોતાના વક્તવ્યમાં તેમણે સામાજિક સમરસતાગ્રામ્ય સાંસ્કૃતિક અને એકતાની ઉદાહરણ આપીને વાતો સમજાવી હતી તેમજ વિદ્યાર્થીઓ તેનું અનુકરણ કરે તેના માટે વાલીઓને અનુરોધ કર્યો હતો.       શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ ચલાલા સ્થિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને જીવન મૂલ્યોના પાઠ શીખવ્યા હતા.

     આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્યશ્રીઓકરમદડીજીરા અને સરસિયા મુકામે સરપંચશ્રીઓગ્રામ પંચાયતના સદસ્યો,  શિક્ષણ રાજ્યમંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલસમગ્ર શિક્ષા અભિયાનના શ્રી નિરવ મિસ્ત્રીબીઆરસી શ્રી દવેધારીના અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણી,  શ્રી જીતુભાઈ જોષીશિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓકર્મયોગીઓસ્થાનિક આગેવાનોવિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts