ગુજરાત

શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષાધિકારીને પત્ર લખ્યો

શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ ગુજરાતની મોટાભાગની શાળામાં વિધાર્થીઓની હાજરીમાં જ વ્યસની શિક્ષકો વ્યસન કરતા હોય છે,આ ગંભીર બાબતને સ્કૂલ ઓફ કમિશનર કચેરી (ર્ઝ્રંજી) દ્વારા સ્વીકારવામાં આવી છે. રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસન કરવાનો મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો, જેને લઇને ભૂપેન્દ્ર પટેલ સરકારે આ મામલે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. શાળાઓમાં શિક્ષકોના વ્યસનને લઈ હવે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. વિગતો મુજબ શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષાધિકારીને પત્ર લખ્યો છે.

શાળાઓમાં શિક્ષકોના વ્યસનને લઈ હવે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષાધિકારીને પત્ર લખ્યો છે. આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપ્યો છે. આ સાથે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપી છે. નોંધનીય છે કે શિક્ષકો વિધાર્થી સામે વ્યસન કરશે તો વિધાર્થીઓના માનસ પર શી અસર થશે.

આ અતંર્ગત શિક્ષણ વિભાગ આવા વ્યસની શિક્ષકો સામે કડક કાર્યવાહી કરશે. હવે જાે કોઇ પણ શિક્ષક ચાલુ ક્લાસે મસાલાનું સેવન કરતો પકડાશે તો તેના વિરોધમાં ફોજદારી ગુનો નોંધાશે, તે પ્રકારની ર્ઝ્રંજી દ્વારા ચીમકી આપવામાં આવી છે. સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાના ડ્ઢઈર્ંને લખેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાળામાં કે શાળાની અમુક અંતરમાં સિગારેટ-મસાલા જેવા તમાકુનું વેચાણ ન થવું જાેઇએ તેનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેમજ શાળામાં શિક્ષકો કે આચાર્ય દ્વારા ખુલ્લેઆમ બાળકોની સમક્ષ તમાકુ કે મસાલા ખાતા જાેવા મળે છે. તે હવે જાેવા ન મળે તેવી કડક સૂચના આપવામાં આવી છે.

Related Posts