fbpx
ગુજરાત

શિક્ષિત બેરોજગારી મામલે વિરોધ : 33 જિલ્લાની તમામ રોજગાર કચેરીએ કોંગ્રેસ દ્વારા ઘેરાવો કરવામાં આવશે

33 જિલ્લાની તમામ રોજગાર કચેરીએ કોંગ્રેસ દ્વારા ઘેરાવો કરવામાં આવશે.  જિલ્લા મથકે રોજગાર કમિશન કચેરીનો ઘેરાવ કરી કોંગ્રેસના જિલ્લા રોજગાર કચેરીએ જઇને વિરોધ કરશે. કોંગ્રેસ દ્વારા આ વિરોધની નીતિ ઘડવામાં આવશે.    આ વખતે આ આંદોલનની જવાબદારી યુથ કોંગ્રેસ ને સોંપવામાં આવી છે. 17 મી મેના રોજ યુથ કોંગ્રેસ રોજગાર કચેરીનો ઘેરાવ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. બેરોજગારી મુદ્દે કોંગ્રેસ અગાઉથી જ પ્રશ્નો ઉઠાવતું રહ્યું છે. ત્યારે ચૂંટણી પહેલાં વધુ મજબૂતાઈ થી કોંગ્રેસ આ રીતે આગળ વધવા માંગે છે.    બેરોજગારીને લઇને અગાઉ પણ વિધાનસભાની અંદર કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.    જેમાં 3,69000 ગુજરાત રાજ્યની અંદર શિક્ષિત બેરોજગાર છે ત્યારે ફરીથી કોંગ્રેસ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવી રહી છે. અગાઉ સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસનું મોટુ આંદોલન યોજાયું હતું જેમાં શિક્ષિત બેરોજગાર ને બોલાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં તેમની અટકાયત પણ કરવામાં આવી હતી, ત્યારે પણ આ મામલો ગરમાયો હતો ત્યારે ફરીથી કોંગ્રેસ દ્વારા આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 17 તારીખના રોજ તેઓ ઘેરાવ કરશે.

Follow Me:

Related Posts