fbpx
બોલિવૂડ

શિખરનું બોલિવૂડમાં ઓપનિંગ, હુમા કુરેશી સાથે રોમાન્સ

આક્રમક બેટ્‌સમેન શિખર ધવને બોલિવૂડના ગ્રાઉન્ડ પર ઓપનિંગ કર્યું છે. આ ફિલ્મમાં શિખર ધવન અને હુમા કુરેશી રોમાન્સ કરતા જાેવા મળશે. હુમાની સાથે આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા લીડ રોલમાં છે. વધુ વજનના કારણે બોડી શેમિંગ અનુભવતી યુવતીઓ અને તેમના માટે સામાજિક દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલા રિલીઝ થયું હતું. ગ્લેમરસ અંદાજમાં જાેવા મળતાં હુમા કુરેશી અને સોનાક્ષી સિંહાએ આ ફિલ્મમાં નવો અવતાર લીધેલો છે. તેમાં મુખ્યત્વે પ્લસ સાઈઝની બે મહિલાઓની સ્ટોરી છે, જે પોતાના સપનાની પાછળ દોડી રહી છે. જીમમાં પરસેવો પાડીને કે ડાયેટિંગ કરીને સ્લિમ અને ફિટ રહેતી બોલિવૂડ સ્ટાર્સની ભીડમાં હુમા અને સોનાક્ષીએ નવો ચીલો ચાતરવાનો પ્રયાસ કર્યો છે.

આ ફિલ્મમાં શિખર ધવનના રોલને જાહેર કરાયો ન હતો. હુમા કુરેશીએ સોશિયલ મીડિયા પર શિખર ધવન સાથેનો ફોટોગ્રાફ શેર કરી ફિલ્મ અને ક્રિકેટ રસિયાઓને સરપ્રાઈઝ આપી હતી. શિખર ધવને બોલિવૂડમાં એન્ટ્રી અંગે જણાવ્યું હતું કે, દેશ માટે રમનારા એથલીટ તરીકે લાઈફ ખૂબ બિઝી રહે છે. જાે કે સારી એન્ટરટેઈનિંગ ફિલ્મો જાેવાનું ગમે છે. ફિલ્મની સ્ટોરી સાંભળી અને ઈમ્પ્રેસ થયો હતો. ફિલ્મમાં સમગ્ર સમાજ માટે સારો મેસેજ છે અને દેશના યુવાન-યુવતીઓ પણ આ ફિલ્મની જેમ જ પોતાના સપનાઓનો પીછો કરતા રહે તેવી આશા છે. સોનાક્ષીની સાથે આ ફિલ્મમાં ઝહીર ઈકબાલ છે. ચોથી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે.

Follow Me:

Related Posts