શિયાળામાં ખરતા વાળને અઠવાડિયામાં બંધ કરવા અપનાવો આ ઘરેલુ નુસ્ખાઓ
શિયાળાની ઋતુમાં તમારા વાળ બહુ ખરતા હોય તો આ ઘરગથ્થુ ઉપાયો તમારા માટે બહુ અસરકારક છે. આ ઘરેલુ ઉપાયોથી તમે તમારા ખરતા વાળને તમે બંધ કરી શકો છો અને સાથે વાળને ડેમેજ થતા પણ અટકાવી શકો છો.
શિયાળાની ઋતુમાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. આ સાથે આજની આ ફાસ્ટ લાઇફમાં વાળ ખરવાની સમસ્યા મોટાભાગના લોકોને થતી હોય છે. અનેક લોકોની ફરિયાદ હોય છે કે, મારા વાળ બહુ ખરે છે. એક્પર્ટના જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુમાં શુષ્ક હવાને કારણે માથા પરની ત્વચા સુકાઇ જાય છે જેના કારણે વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે છે. જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી કંટાળી ગયા છો તો આ ઘરેલુ નુસ્ખાઓ તમારા માટે બેસ્ટ છે.
મધ અને નારિયેળના દૂધનું માસ્ક
મધ અને નારિયેળના દૂધનું માસ્ક તમારા વાળ માટે બહુ ફાયદાકારક છે. આ માટે મધ અને નારિયેળના દૂધને બરાબર મિક્સ કરો અને પછી વાળમાં લગાવો. ત્યારબાદ 30 મિનિટ સુધી વાળમાં લગાવેલુ રાખો અને પછી હેર વોશ કરી લો. આ માસ્કથી તમારા ખરતા વાળ બંધ થઇ જાય છે અને સાથે વાળ પણ ડેમેજ થતા અટકે છે.
તેલથી માલિશ કરો
શિયાળાની ઋતુમાં સ્કિન શુષ્ક થવાને કારણે વાળમાં તેલની માલિશ કરવાનું ભુલશો નહિં. વાળમાં તેલની માલિશ કરવાથી બ્લડ સર્કુલેશનમાં વધારો થાય છે. આ માટે 2-3 ચમચી ઓલિવ ઓઇલ તેમજ બદામનું તેલ ગરમ કરીને વાળમાં તેલની માલિશ કરો. ત્યારબાદ બીજા દિવસે નોર્મલ શેમ્પુથી હેર વોશ કરી લો. આ પ્રોસેસ સતત 1 વર્ષ સુધી કરશો તો વાળમાં મોટો ફરક દેખાશે.
વધારે ગરમ પાણીનો ઉપયોગ ટાળો
જો તમે હેર વોશ વધારે ગરમ પાણીથી કરો છો તો હવેથી આ આદત તમારી બદલી નાખજો. વાળને ગરમ પાણીથી ધોવાથી રોમ છિદ્રો ખુલી જાય છે અને વાળ તૂટવા લાગે છે. આ માટે વધારે નહિં પરંતુ હુંફાળા પાણીથી હેર વોશ કરો. આમ, જો તમે સ્ટ્રેસ વધારે લો છો તો પણ તમારા વાળ વધુ પ્રમાણમાં ખરવા લાગે છે અને સાથે ડેમેજ પણ થાય છે. આ માટે હંમેશા ખુશ રહો અને મસ્ત મજ્જાની લાઇફ જીવો.
Recent Comments