fbpx
રાષ્ટ્રીય

શિયાળામાં ફાટેલા હોઠની કાળજી રાખવા અને મુલાયમ રાખવા માટે ઘરે જ બનાવો ગુલાબી લીપબામ

શિયાળામાં હોઠ ફાટી જવા તે એક સામાન્ય વાત છે. પણ શિયાળામાં જો હોઠની કાળજી રાખવામાં આવે અને ઘરગથ્થુ ઉપાયથી કેર કરવામાં આવે તો શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તમારા હોઠ એકદમ નરમ અને મુલાયમ રહે છે. ત્યારે આજે અમે જણાવીશું હોઠને મુલાયમ રાખવા માટે ઘર પર જ કેવી રીતે બનાવાઈ ગુલાબી લીપબામ…

શિયાળામાં સ્કિનને સાચવવી અઘરી બની જાય છે. શિયાળામાં આપણે જાત જાતના વેસેલિન અને લીપગાર્ડ અને લીપબામનો ઉપયોગ કરતા હોય છીએ. તેમ છતાં આપણા હોઠ ફાટી જાય છે. પણ ચાલો આપણે જણાવીએ કે ઘરે જ કેવી રીતે બનાવીશું લીપબામ….

આ રીતે બનાવો લીપબામ…
આ ગુલાબી લીપબામ બનાવવા માટે જોઈશે ગુલાબ અને બીટ. આ બેની મદદથી તમે ઘરે જ લિપબામ બનાવી શકો છો. હોઠની ત્વચા અત્યંત નાજુક અને નરમ હોય છે અને તેમાં તૈલીય ગ્રંથિઓ નથી હોતી. જેથી શિયાળામાં હોઠ સુકાઈ જાય છે. આ લીપ બામ ઘરે જ તૈયાર કરીને તમારે દરરોજ સુતા પહેલા તેને હોઠ પર લગાવવી. જેથી તમારા હોઠ મુલાયમ રહેશે..

લીપબામ બનાવવા શું જોઈશે…
– બીટ
– વેસેલીન
– ગુલાબની પાખડી

કેવી રીતે બનાવશો?
સૌથી પહેલા એક વાસણ લો તેમાં 2 ચમચી બીટની છીણ લો. ત્યાર બાદ તેમાં 4 ચમચી જેટલી વેસલીન નાંખો અને તેને પીગળાવો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલી ગુલાબની પાંખડીઓ નાંખો.  જ્યાં સુધી ગુલાબની પાંખડી ભૂરા રંગની ન થાય ત્યાં સુધી તેને ગરમ કરો.  હવે ગેસ બંધ કરીને તેને મિક્સરમાં પીસી લો. ત્યાર બાદ એરટાઈટ સાફ ડબ્બીમાં ભરી દો.

Follow Me:

Related Posts