અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં જે પેજ શેર કર્યું છે તે કહે છે, ‘તમારે તમારો આરામ છોડીને તમારી વૃત્તિના જંગલમાં પ્રવેશ કરવો પડશે. તમે જે મેળવશો તે આશ્ચર્યજનક હશે. તમે તમારી જાતને શોધી શકશો.’ શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે કે, ‘આપણે આરામ તરફ આકર્ષાયા છીએ. કદાચ આપણને આપણા જીવનથી કેટલીક ફરિયાદો હોય. વસ્તુઓ હંમેશા સંપૂર્ણ નથી હોતી. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે શું છીએ અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ. શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ લખ્યું, ‘જ્યારે આપણે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર જઈએ છીએ ત્યારે શું થાય છે? બીજા દેશમાં એક વર્ષ ગાળવાથી આપણને આપણી જાતને જાેવાનું અને દુનિયાને સંપૂર્ણપણે અલગ રીતે જાેવાનું કારણ મળી શકે છે. બહુ મોટી ખોટ કે બહુ મોટો ફેરફાર આપણને એવી જગ્યાએ ધકેલી શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.પોર્નોગ્રાફીના કેસમાં જેલમાં બંધ થયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાએ પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે. એક સમય હતો જ્યારે રાજ ઇન્સ્ટા અને ટિ્વટર પર ખૂબ જ એક્ટિવ રહેતો હતો અને દરેક બાબતમાં પોતાનો ફીડબેક આપતો હતો, પરંતુ હવે શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિએ આ વર્ચ્યુઅલ દુનિયાથી દૂર રહેવાનો ર્નિણય લીધો છે. રાજ કુન્દ્રાનું એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ અટકળોનો દોર શરૂ થઈ ગયો છે, તો બીજી તરફ તેની પત્ની શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક પુસ્તકનું પેજ શેર કર્યું છે. શિલ્પા શેટ્ટી કુન્દ્રાની આ ઇન્સ્ટા સ્ટોરી મોટાભાગે સોશિયલ મીડિયા પરથી રાજના ગાયબ થવા વિશે સંકેત આપે છે. તો ચાલો જાણીએ કે શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર શું લખ્યું છે.
શિલ્પાએ શેયર કરી પોસ્ટ કહ્યું તમારે જંગલમાં જઈ પોતાની જાતને શોધવી પડશે

Recent Comments