અક્ષય તૃતીયાના પવિત્ર અવસર પર બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પરિવાર સાથે બાબા ભોલેનાથ ના દર્શન કરવા પહોંચી હતી. કેદારનાથ ધામના દરવાજા ખોલવાના પહેલા જ દિવસે શિલ્પા શેટ્ટીએ ભોલેનાથના દર્શન કર્યા હતા.
કેદારનાથથી શિલ્પા શેટ્ટી અને તેના પરિવારના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટી તેની પુત્રી, માતા અને બહેન શમિતા શેટ્ટી સાથે કેદારનાથ ધામ પહોંચી હતી. વાયરલ વીડિયોમાં, શિલ્પા શેટ્ટી તેની માતા અને બહેન શમિતા શેટ્ટી સાથે પોઝ આપતી જોવા મળે છે, પુત્રી શમિશાને તેના ખોળામાં તેના કપાળ પર ચંદન, તેની આંખો પર ચશ્મા અને તેના ચહેરા પર મોટી સ્મિત સપસ્ટ રીતે નજરે પડે છે. શિલ્પા શેટ્ટી તેની માતા અને બહેન સાથે કેદારનાથ ધામ પહેલા કામાખ્યા મંદિર ગઈ હતી.
Recent Comments