fbpx
બોલિવૂડ

શિલ્પા શેટ્ટી સ્ટારર મેરેજ અને ફ્રેન્ડશિપની સ્ટોરી દર્શાવતી ફિલ્મને સાવ ઠંડો રિસ્પોન્સ

શિલ્પા શેટ્ટીની લેટેસ્ટ ફિલ્મ ‘સુખી’ના ઓડિયન્સ અને ક્રિટિક્સ બંને તરફથી વખાણ થઈ રહ્યા છે. આમ છતાં ફ્રેન્ડશિપ અને નિરસ મેરેજની સ્ટોરી દર્શાવતી આ ફિલ્મને બોક્સઓફિસ પર સાવ ઠંડો રિસ્પોન્સ મળ્યો છે. શિલ્પા શેટ્ટી, અમિત સધ દિલનાઝ ઈરાની, કુશાક કપિલા અને પવલીન ગુજરાલ જેવા જાણીતા એક્ટર્સ હોવા છતાં ‘સુખી’ ખાસ ચાલી નથી. સમાજમાં મહિલાઓની સ્થિતિ અને પુરુષોના વર્ચસ્વ સામે ઊઠાવતી આ ફિલ્મમાં કોમેડી પણ રજૂ કરાઈ છે. ‘સુખી’ને રિલીઝના પહેલા દિવસે માંડ રૂ.૩૦ લાખનું કલેક્શન મળ્યું હતું. શનિવારે તેનું કલેક્શન વધીને ૪૦ લાખ થયું હતું.

આમ, પહેલા બે દિવસમાં રૂ.૭૦ લાખનું કલેક્શન મળ્યું છે. જાે કે ફિલ્મનો ઓક્યુપન્સી રેટ માંડ ૧૫-૧૭ ટકા જેટલો છે. જેને જાેતાં કહી શકાય કે એકલ-દોકલ વ્યક્તિ આ ફિલ્મ જાેવા જાય છે, પરંતુ થીયેટરમાંટોળા જાેવા મળતા નથી. બોક્સઓફિસ પર ઠંડા રિસ્પોન્સ છતાં શિલ્પા શેટ્ટીએ હજુ આશા ગુમાવી નથી. પોતાની ૩૦ વર્ષની ફિલ્મ કરિયરમાં આવા ઉતાર-ચડાવ આવતાં હોવાનું શિલ્પાએ સ્વીકાર્યું છે. એક્ટ્રેસ તરીકે અગાઉ ક્યારેય નથી કર્યો તેવો રોલ ‘સુખી’માં કર્યો છે અને એક્ટર તરીકે હજુ તે નવું શીખી રહી હોવાનું શિલ્પાએ કહ્યું છે. ફિલ્મને બચાવવા માઉથ પબ્લિસિટી સિવાય અન્ય કોઈ વિકલ્પ હવે રહ્યો નથી.

Follow Me:

Related Posts