વૃક્ષોની રક્ષા કરતા ભગવાનનું નામ વનમાળી છે -પૂજ્ય સીતારામ બાપુ.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે પર્યાવરણની સતત ચિંતા કરતા અને આધ્યાત્મિક ક્ષેત્રે પૂજ્યભાવ ધરાવતા સીતારામ બાપુના શિવકુંજ આશ્રમ – અધેવાડા વિસ્તાર ખાતે વૃક્ષોની પૂજા’ આરતી અને નવા વૃક્ષોના રોપણ નો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે યોજાયો હતો આ પ્રસંગે હાજર રહેલા લોકોને પૂજ્ય બાપુએ અનેક વર્ષો પહેલાંની આપણી સંસ્કૃતિની પ્રકૃતિ રક્ષા ની વાત આજે પણ એટલી જ પ્રસ્તુત ગણાવી હતી. અને વૃક્ષોનું રક્ષણ કરવા ભગવાને પોતાનું નામ વનમાળી ધારણ કરેલ હતું. વૃક્ષને પોષી રહ્યો તું વન માળી એ વાત સાર્થક કરતા આજે પણ એટલું જ વૃક્ષનું મહત્વ ઓક્સિજન માટે છે એ પૂજ્ય બાપુએ સમજાવ્યું હતું. અને આજે વૃક્ષા રોપણ માટેના જે ટાર્ગેટ અપાય છે એ જ રીતે વૃક્ષોના સંવર્ધન માટેની પણ બધાને ખેવના હોવી જોઈએ અને જો સારી રીતે વૃક્ષોનું ઉછેર થાય તો ખરા અર્થમાં પ્રકૃતિનું આપણે પૂજન કરીએ છીએ તે સાર્થક થાય.
આજના પ્રસંગે પૂજ્ય બાપુએ છેક 1999 માં વર્ષો પહેલા વિદ્યા સહાયકોની પ્રથમ બેચને પૂર્ણ પગારમાં આવતી વખતે જાળીયા ખાતે શિવકુંજ આશ્રમે તેમના પ્રમાણપત્રોની સાથે સાથે એક એક વૃક્ષનો છોડ અર્પણ કરીને શિક્ષકો દ્વારા વૃક્ષ ઉછેરના સંકલ્પો લેવરાવેલા તેની ખાસ યાદી આપી હતી.
વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનું 561 મું નામ વનમાળી છે આમ ઈશ્વર પણ વૃક્ષને પોતાનું એક સ્વરૂપ ગણાવે છે એવી જ વાત ગીતાના શ્લોકોમાં પણ ભગવાને કહી છે એ રીતે પ્રકૃતિની પૂજાને આધ્યાત્મિક રીતે અર્થમાં લઈને જો વૃક્ષો ટકશે તો જ પ્રાણીઓનું જીવન ટકશે .વિજ્ઞાને વૃક્ષોમાં જીવ છે તેની શોધ હમણાં કરી પરંતુ મનુ ભગવાને તો ચાર પ્રકારની યોની પ્રાણીઓની મનુસ્મૃતિમાં વર્ણવિ છે જેમાં જરાયુંજ, અંડજ, ઉદભીજ અને સ્વેદજ .જેમાં ઉધ્ભીજ એટલે કે ધરતીને ફાડીને બહાર આવતી વનસ્પતિ,વૃક્ષો,છોડ એ પણ જીવંત પ્રકૃતિનું એક તત્વ છે એમ સમજાવ્યું હતું.


















Recent Comments