fbpx
ભાવનગર

શિવકુંજ આશ્રમ જાળિયા ભાગવત પૂર્ણાહુતિ

જીવનનો થાક ઉતારે તે ભગવાનની કથા – શ્રી વિશ્વાનંદ માતાજીશ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ભાગવત સપ્તાહ પૂર્ણાહુતિ જાળિયા બુધવાર તા.૨-૮-૨૦૨૩

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં યોજાયેલ ભાગવત સપ્તાહ પૂર્ણાહુતિ પ્રસંગે વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજીએ કહ્યું કે, જીવનનો થાક ઉતારે તે ભગવાનની કથા.અધિક શ્રાવણ માસ પ્રારંભ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં થયું હતું.

શ્રી વિશ્વાનંદ માતાજીએ ભાગવત કથા પ્રસંગોના વર્ણન સાથે જીવનમાં ઉતારવા માટે પ્રેરક વાતો કહી. પૂર્ણાહુતિ પ્રસંગે જીવનનો થાક ઉતારે તે ભગવાનની કથા તેમ જણાવી સરસ ભગવત્ ચિંતન અનિવાર્ય ગણાવ્યું.પુરુષોત્તમ માસ પ્રારંભે યોજાયેલ આ કથાના આયોજનમાં અજમેરના મુલચંદાણી પરિવાર અને આણંદના ધનવાણી પરિવાર સાથે આશ્રમ પરિવાર રહેલ.

પ્રારંભે શ્રી ગુરૂઆશ્રમ બગદાણાના શ્રી મનજીબાપા સાથે શ્રી હબીબમાડી અને શ્રી ભૂપતભાઈ પટેલ તથા શ્રી મીનાક્ષીબેન પટેલ રહેલ, બાદમાં અન્ય ધાર્મિક અને સામાજિક મહાનુભાવો જોડાયા હતા. અહી શ્રી હરદેવગિરિબાપુ, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, સિંધી સમાજના અગ્રણી શ્રી રમેશચંદ ડોડેજા વગેરેની ઉપસ્થિતિ રહી હતી. આગેવાનો શ્રી મનુભાઈ તેજાણી, શ્રી વાલજીભાઈ તેજાણી, શ્રી ચંદુભાઈ પંડ્યા, શ્રી રઘુભાઈ મેર સાથે આશ્રમ પરિવાર ગ્રામજનો દ્વારા સેવા કાર્ય થયું હતું.

Follow Me:

Related Posts